એક વખત જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ એક સ્ટીમરમાં સાથે જાપાન જતા હતા ત્યારે સ્વામીજીએ પોતાની વેદના રજુ કરી.‘ આજે આપણે ચારે કોર ભ્રષ્ટાચાર થકી નિરાશ થઈને એ બધું અનિવાર્ય છે તેમ કહીને ચૂપ બેસીએ છીએ.’ વિવેકાનંદજીને તેના સમયમાં બ્રિટિશરો તરફથી થતો અન્યાય ચૂપચાપ સહન કરાય છે તે વાત ખટકતી હતી, પણ પછી જમશેદજીને કહ્યું ‘આપણે આશાવંત બનીએ. તમે તમારી ફરજ બજાવો. ભારતમાં તમે ઉદ્યોગના પાયોનિયર બનો. માત્ર ઉદ્યોગ જ નહીં તમે સાયિન્ટફિક રિસર્ચ માટેની સંસ્થા સ્થાપો...’ અને તાતાએ પછી વૈજ્ઞાનિક સંશોધનની સંસ્થા સ્થાપી તે જગતભરમાં ખ્યાતિ પામી છે. થેંકસ ટુ વિવેકાનંદજી. આશા વિના એક સેકન્ડ પણ રહી શકાતું નથી માટે આશા ન છોડૉ
No comments:
Post a Comment