ઘરનાં છોરાં ઘંટી ચાટે ,બાવા લાડુ ખાય તો સાલી અકળામણ તો થાય ,
"હોય લોભિયા ત્યાં જ ધુતારા " કહેવત ના સમજાય તો સાલી અકળામણ તો થાય .
ફેસબુક પર પ્રોફાઇલમાં ફેસ જ ના દેખાય તો સાલી અકળામણ તો થાય ,
અન્ય કવિના શેરની નીચે "ગાલિબ " જો વંચાય તો સાલી અકળામણ તો થાય .
સમાનતાની ફેવર જગમાં આંખ મીંચીને થાય તો સાલી અકળામણ તો થાય ,
બહેનપણીના ઘરે ગયેલી દીકરી "પબ"માં જાય તો સાલી અકળામણ તો થાય .
"બીફ " બોલતાં પડે વીજળી ,દાળ બોલતાં ફાળ ,તો સાલી અકળામણ તો થાય ,
બોલું નહિ ને દાબી રાખું મનમાં મોટી ગાળ તો સાલી અકળામણ તો થાય .
સાંઈબાબા પાછળ દોડે ગદા ધરી હનુમાન તો સાલી અકળામણ તો થાય,
દિલની સામે થાય " મધુડા " દલીલનું સન્માન તો સાલી અકળામણ તો થાય .
- કવિ મધુસૂદન પટેલ .

posted from Bloggeroid
No comments:
Post a Comment