Tuesday, December 1, 2015

The Truth of life

સમય ને સ્વીકારો

દુનિયાનાં રંગમંચ પર માન​વી અને જીંદગી કરતાં પણ વધુ મોટો કિરદાર સમય નિભાવે છે, સમય જ જીંદગી નો કર્તાહર્તા છે, "This Time Will Never Come Again" માનવી એ હાલ તો આમ જ વિચાર​વું રહ્યું. કારણ કે સરી ગયેલી પ્રત્યેક ક્ષણ ભૂતકાળ રહી જાય છે. અને એ ક્ષણો ને ફરીથી જીવી કે માણી શકાતી નથી. જેવી રીતે ટ્રેનમાં જુદાં જુદાં ડબ્બાઓ હોય છે એવી જ રીતે સમય નાં જુદાં જુદાં તબક્કાઓ હોય છે. આ બધાં જ તબક્કાઓ માં માનવી મુસાફરી કરતો હોય છે. ક્યારેક તબક્કાઓ સુખદાયક હોય તો ક્યારેક દુખદાયક પરંતું આવાં તબક્કાઓ ને માણ​વાની મજા અલગ હોય છે.
દરેક માણસે જીવનમાં ઘણાં બધાં કિરદારો નિભાવ​વાંનાં હોય છે. કિરદારો ગમે તે હોઇ શકે, લાગણીઓનાં માપ અલગ હોઇ શકે, ક્યાંક ઘણી બધી તો ક્યાંક સાવ ઓછી, પરંતુ  એ માન​વી તો એક જ રહેવાનો છે, માટે જ માન​વી એ પરિપક્વ બન​વું જોઇએ ઓછામાં ઓછું માન​વી એ સમય સાથે મળીને સામાન્ય જીવન તો જીવ​વું જોઇએ( નિમ્ન કક્ષામાં હું માનતો નથી) માન​વી ઘણું ઇચ્છ​વાં છતાં સમય ને જાકારો આપી શકે નહીં. બધાં ને ખબર છે કે સમય સમય નું કામ કરે જ છે, છતાં બધાં સમય ને દોષ આપે છે, માન​વીનાં જીવન માં કષું જ નિશ્ચિત નથી. સમય માન​વી ને હંમેશાં જીવતાં શીખ​વાડે છે, ઘણાં માણસો એમ કહે છે કે જીંદગી યુધ્ધનાં મેદાન જેવી છે, જ્યાં માન​વીએ લડ​વાનું હોય છે. પરંતું શું જીંદગી ને તમે સકારાત્મક દ્રષ્ટિકોણથી ન જોઇ શકો? શું કામ યુધ્ધનું મેદાન માન​વું જોઇએ? જીવનમાં હાર અને જીત જેવાં શબ્દોનો ઓછો ઉપયોગ થાય તો જ સારુ. કારણ કે આવાં શબ્દો માણસ ના. જીવનને ભયાનક્તા સિવાય કશું જ નથી આપતાં. માન​વી તણાવમાં રહે છે, હંમેશાં ડરે છે, ડર​વાનું કાયમી કારણ અનિશ્ચિતતાં છે, આપણને ખબર જ હોય છે કે આનો કોઇ જ ઓપ્શન નથી માત્ર સમય જ સર્વોપરી છે, તો પછી નાહક ની કોઇ જ ચિંતા થી શું ફાયદો મળે? માન​વી પોતાનાં કર્મ માં નિષ્ઠા દર્શાવે અને સારી રીતે જીવે તો સમય સાથ આપે જ. દુનિયામાં કોઇ જ વસ્તુ અંતિમ નથી હોતી, તો તમારાં સુકર્મો આધીન પ્રયાસો પણ અંતિમ ન હોવાં જોઇએ.
યાદ રાખ​વું કે જીત કે હાર માટે આપણે નથી જીવી રહ્યાં, તમને જે કાંઇ મળ્યું છે અથ​વાં જે કાંઇ મળશે એને દુનિયા ગમે તે કહે સહર્ષ સ્વીકારવું જ રહ્યું. જો એમ માનશો કે "જીત" મળી તો વધું લાલચી બનશો, અભિમાન કરશો, અને "હાર્" માનશો તો ઇર્ષ્યા આવશે, વધુ તણાવ અનુભ​વશો. જે કાંઇ પણ મળે આનંદ સહ સ્વીકાર કર​વું જોઇએ, પુરાં  હાસ્ય સાથે સ્વીકાર કરો, સમય ને માન આપો આ અનિવાર્ય બાબત છે.

ખુલ્લી વાત - સમય ઉપર સંપુર્ણ ભરોશો રાખનાર માણસ શાંતીથી જીવી શક્તો નથી, સમય તો માત્ર રસ્તો છે માન​વી એ ખુદ એના પરથી પસાર થ​વાનું હોય છે, સકારાત્મક્તા સાથે.....

-- ધ્રુવ દ​વે.

posted from Bloggeroid

No comments:

Post a Comment