Sunday, September 11, 2016

મચ્છરો ના ત્રાસથી બચાવતા 10 કુદરતી ઉપાય

આપણે આપણા ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે કેટલાય કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. આ કીટનાશક આપણાં શરીરમાં એલર્જી પેદા કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇ પ્રાકૃતિક ઉપાય શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું મચ્છર ભગાડવાના 10 ઉપાયો.

લીમડાનું તેલ-
લીમડાનું તેલ અને નારીયેળનાં તેલ 1:1 સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસ-પાસ નહી ફરકે. 
નીલગીરી અને લીંબુનું તેલ-
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ આવે છે.

કપૂર-
આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20મિનિટ પછી તમે જોશો કે મચ્છર ભાગી ગયા હશે.

તુલસી-
તુલસી મચ્છરને દૂર ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે.

લસણ-
લસણની સુગંધ બહુ ગંદી હોય છે, જેને સુઘીને મચ્છર દૂર ભાગી જાય છે. થોડા લસણને પીસીને તેને પાણીમાં ઉકાળી લઇ તે પાણીને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં છિડકવું. આનાથી મચ્છરોનો ત્રાસ દૂર થશે.

ટી ટ્રી ઓઇલ-
આ પ્રાકૃતિક તેલ જીવાણુરોધી છે. જેને શરીર પર લગાવી મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. આ તેલની સુગંધ રૂમમાંથી મચ્છરોને દૂર ભગાડી શકે છે.

ફુદીનો-
ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.
લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ)-
લવેન્ડરની સુગંધ ખુબ સારી માનવામાં આવે છે, પરંતુ તેની તેજ સુગંધ મચ્છરોને થોડી ઓછી પસંદ હોય છે. આના તેલને તમે રૂમ ફ્રેશનર અથવા તમારા શરીર પર લગાવીને કરી શકો છો.

લેમનગ્રાસ-
લેમનગ્રાસનું તેલ પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે, જેને લગાવવાથી મચ્છરોના કરડવાનાં નિશાન દૂર થાય છે. તેને બાળીને તેમાંથી ઉત્પન થતો ધુમાડાથી મચ્છર ભાગી જાય છે. આ એક ઘાસ છે જેમાં લીંબૂ જેવા સિટ્રસની સુગંધ આવે છે.

છોડ ઉગાવવાં-
જો તમને લાગે છે કે ઘરમાં છોડ ઉગાડવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે, તો તમે ખોટુ વિચારો છો. તમારે એવા છોડ ઉગાડવા જોઇએ જે મચ્છરોને ભગાડવામાં અસરકારક હોય છે. ધરમાં તુલસી, ફુદિનો, ગલગોટા, લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ) અને લવિંગનો છોડ લગાવવો.

posted from Bloggeroid

No comments:

Post a Comment