ખુલ્લા પગે શેરીયુમાં રમતાતા ત્યારની આ વાત છે,
નાસ્તો એકબીજાનો જમતાતા ત્યારની આ વાત છે...
ઝગડો થયે જીકી દેતાતા ઢીકા, પાટુને મુક્કા ,
ફરી ખભા મિલાવી ભમતાતા ત્યારની આ વાત છે...
ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો,
દોસ્તોને દુનિયા ગણતાતા ત્યારની આ વાત છે...
પ્રેમ આવે તો દિલ દેતાને ગુસ્સો આવે તો ગાળ,
તોય એકબીજાને ગમતાંતા ત્યારની આ વાત છે...
હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી,
આ તો સૌ દોસ્તો સાથે ભણતાતા ત્યારની આ વાત છે...

posted from Bloggeroid
No comments:
Post a Comment