પૃથ્વીનો ગુણ ગંધ કહેવાય છે તેમ આકાશનો ગુણ શબ્દ કહેવાયો છે.
ગતિ કરતા નથી અને સાંભળી શકાતા નથી.
પરંતુ અહીં આકાશનો એક અર્થ ‘અવકાશ’ એમ કરવાનું મન થાય છે.
અવકાશ એટલે મોકળાશ.
જ્યારે આપણે નવરાશની પળોમાં એકલાં બેઠાં હોઈએ ત્યારે શબ્દો અને વિચારો સ્ફૂરે છે.
જેટલો અવકાશ વધારે એટલા નવા વિચારોનું સ્ફૂરણ વધારે.
નવરાશની પળો એ આપણી મોંઘેરી મૂડી છે.
No comments:
Post a Comment