પ્રેમ સિવાય બીજે કયાંય જીવન ધબકતું જોવા મળતું નથી.
પાડોશમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તમે ખરખરો કરવા જાવ ત્યારે તમે કહો છો કે
બહુ જ ખોટું થયું, પરંતુ તે ફક્ત ઔપચારિક્તા જ હોય છે.
તેનાથી તમારા અંતરના ભાવોમાં કોઈ ફરક પડતો નથી.
પરંતુ કૂતરાના એક નાના બચ્ચા પ્રત્યે પણ જો તમારા અંતરમાં પ્રેમ ભાવ જાગ્યો હશે
અને તે મરી જશે તો તમે રડશો. તમારું હ્રદય છિન્નભિન્ન થઈ જશે.
પ્રેમ એ મનુષ્યની ભાવ દશા છે.
જીવનનું સાચું તત્વ ત્યાં જ જોવા મળે છે જ્યાં માનવી પ્રેમની નજરે જુએ છે.
પ્રેમનો નાનો એવો સ્પર્શ પણ દુ:ખના પહાડને પિગળાવી દેવા માટે પૂરતો છે.
પ્રેમના માર્ગે વહેતું જીવન આનંદના ઝરણા જેવું હોય છે.
પ્રેમ જીવનને હર્યુંભર્યું અને મહેકતું બનાવી દયે છે.
જીવન પ્રેમની છાયામાં જ સમૃધ્ધ બને છે.
No comments:
Post a Comment