Monday, February 28, 2011

MAHA SHIVRATRI :: સામાન્ય એક નિયમ છે બીજા દરેક દેવતાઓના વ્રત, પૂજન દિવસનાં સમયે સૂર્યની હાજરીમાં થાય છે. ત્યારે ભગવાન શંકરને રાત્રી કેમ પ્રિય છે?


મહાશિવરાત્રીનો દિવસ અતિ સુંદર અને પૂણ્ય આપનાર શિવકૃપાનો દિવસ કહે છે. સામાન્ય એક નિયમ છે બીજા દરેક દેવતાઓના વ્રત, પૂજન દિવસનાં સમયે સૂર્યની હાજરીમાં થાય છે. ત્યારે ભગવાન શંકરને રાત્રી કેમ પ્રિય છે? વળી મહા માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી કેમ?
આ સવાલોનો જવાબ ઋષિઓએ શોઘ્યો છે. તેઓનું કહેવું છે, ભગવાન શંકર (રૂદ્ર) સંહાર શક્તિનાં દેવ છે, તમો ગુણનાં અધિષ્ઠતા દેવ છે. વળી તમોગુણી રાત્રી સાથે તેને સહુથી અધિક સ્નેહ છે અને તેથી રાત્રિ તથા કૃષ્ણપક્ષની ચતુર્દશી વધારે પ્રિય છે. તે હોવું સ્વાભાવિક છે. વળી રાત્રી સંહાર કાળની પ્રધિનિધિ છે. રાત્રીનું આગમન થવાની સાથે પ્રકાશનો સંહાર થાય છે તથા દરેક જીવની કર્મ ચેષ્ટાઓ રાત્રી દરમ્યાન બંધ રહે છે. તેથી કર્મ ચેષ્ટાનો અને ચેતનાનો સંહાર થયો મનાય છે. નિંદ્રા આવે તેને ચેતનાનો સંહાર થયો કહેવાય છે. સમગ્ર જગત સંહારિણી રાત્રિની ગોદમાં અચેતન થઈ સુઈ જાય છે. આ રીતે પ્રાકૃતિક દ્રષ્ટિથી શિવજીને રાત્રી અતિ પ્રિય છે. તેના હૃદયને ગમે છે. તેથી ભગવાન શિવજીને રાત્રીના સમયે કરેલ પૂજા, પાઠ, જાપ, આરાધના વધારે પ્રિય સદા સુખ આપે છે. શિવજીના મંદિરે રાત્રીએ જવાનું રાખ્યું હોય તો તે વધારે પ્રસન્ન રહે છે અને શ્રીરામ, શ્રીકૃષ્ણ, બ્રહ્મ-મુહૂર્તના સમયે મંદિર જાયે તો બ્રહ્મ મુહુર્તનાં દર્શન કલ્યાણ કરતાં હોય છે. મનુષ્યની ઉગ્રતા બ્રહ્મ મુહુર્તમાં અને રાત્રી દરમ્યાન ઠંડી રહે છે. તેથી દર્શનમાં લાભ અને શાંતિ રહે છે. શિવપુરાણમાં લખ્યાં પ્રમાણે વ્રત કરનારે પ્રાતઃકાળમાં ઉઠી સ્નાન સંઘ્યા વગેરે શિવલિંગનું વિધિપૂર્વક પૂજન નમસ્કાર કરવા. ત્યાર પછી મહાશિવરાત્રી વ્રતનો પ્રારંભ કરવો.
શિવલિંગ એટલે નિરાકાર બ્રહ્મકા પ્રતિક હોવાથી સર્વ લોકોને પૂજ્યા છે તે નિરાકાર બ્રહ્મરૂપ, રંગ આકાર વગેરેથી રહીત છે અને શિવલિંગ પણ છે. જેમ ગણિતમાં શૂન્યની કોઈ કિંમત નથી છતાં ધારો તેટલી રકમ તેમાંથી થઈ શકે છે. અંક એક શૂન્ય પાસે મુકવાથી દશ ગણું મૂલ્ય થઈ જાય છે. માનવને શિવભક્તિ કરવાથી મહાનતા મળે સાથે શિવકૃપા મળે. અને લાખો, કરોડોનું માનવ મૂલ્ય વધી જાય છે. તેવીજ શિવકૃપાની અમુલ્ય ભક્તિ છે.

No comments:

Post a Comment