મારે માટે નવી તક લઈ આવતા દિવસને હું સન્માનથી સત્કારું;
મારા કાર્યને ખુલ્લું મન રાખી સ્વીકારું;
મારાં નાનાં નાનાં કાર્યને કરતી વેળા પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાય નજરમાં રાખું;
સહુ કોઈને હોઠ પર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખી મળું;
દરેક વખતે નમ્ર, માયાળુ અને વિવેકી રહું;
અને પરિશ્રમને અંતે જે નિદ્રાને નિમંત્રે છે અને
સારું કામ કર્યાનો આનંદ આવે છે તે થાકના ભારે રાતના ખોળામાં પોઢી જાઉં….
આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માગું છું.
- ટૉમસ ડેકર
- ટૉમસ ડેકર
No comments:
Post a Comment