Tuesday, February 8, 2011

વર્તમાન સમસ્યા :: કાળા ધન વિરુદ્ધ એક રાષ્ટ્રીય ઝુંબેશ જરૂરી છે......


સ્વિસ બેન્કો આખા વિશ્વમાં કાળું નાણું છુપાવવાનું સ્વર્ગ છે.
કાળા ધન વિરુદ્ધ એક રાષ્ટ્રીય ઝુંબેશ જરૂરી છે......

પ્રસ્તાવના ::

વિદેશી બેન્કોમાં કાળું ધન છુપાવવાના મુદ્દે દેશમાં રાજનીતિ ગરમાવો પકડી રહી છે. પશ્ચિમ જર્મનીની સરકારે જે ભારતીયોનાં નામો ભારત સરકારને સોંપ્યાં છે,તે નામો જાહેર ન કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ આકરી ટીકા કરી છે. એક દિવસ તો બધું સ્પષ્ટ કરવું જ પડશે. આમે ય વિકિલીક્સે પણ ૧૦૦૦ ભારતીયો કે જેમનાં બેનંબરી નાણાં સ્વિસ બેન્કોમાં પડયાં છે તે જાહેર કરી દેવાનું એલાન કરી જ દીધું છે.

સ્વિસ બેન્કો અને તેની કાર્યપ્રણાલી .....
શા માટે કહેવાય છે... ??
સ્વિસ બેન્કો આખા વિશ્વમાં કાળું નાણું છુપાવવાનું સ્વર્ગ છે.
સ્વિટ્ઝરલેન્ડની બેન્કોની સિક્રસી ગજબનાક છે. સ્વિસ બેન્કોમાં જે કાળું નાણું રાખવામાં આવે છે, તે નાણું મોટે ભાગે વિશ્વના શક્તિશાળી પણ ભ્રષ્ટ રાજકારણીઓનું હોય છે. તેના સરમુખત્યારોથી માંડીને પ્રેસિડેન્ટ્સ અને લશ્કરના જનરલ્સ પણ સામેલ છે. વિશ્વમાં આવા ૧૦૦ જેટલાં  ‘ટેક્સ-હેવન છે. જ્યાં આવું કાળું ધન જમા કરાવવાની ઉપર કોઈ જ ટેક્સ નથી. સ્વિટ્ઝરલેન્ડ અત્યંત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો દેશ છે. કેડબરીઝ ચોકલેટ એ સ્વિટ્ઝરલેન્ડની ભેટ છે. બાકી ટૂરિઝમ સિવાય ત્યાં કોઈ મોટો ઉદ્યોગ નથી, પરંતુ બેન્કિંગ તે તેની મોટામાં મોટી આર્થિક પ્રવૃત્તિ છે. બેન્કોને કારણે રોજી છે. સ્વિટ્ઝરલેન્ડની કોઈ એક ભાષા નથી. તે જે જે દેશોથી ઘેરાયેલો છે તે તમામ દેશોની ભાષા ત્યાં બોલાય છે. નિષ્ણાતો માને છે કે ભારતમાંથી અડધો ટ્રિલિયન ડોલર્સનું ધન ગેરકાનૂની રસ્તે બહાર જતું રહ્યું છે. ભ્રષ્ટાચાર, રુશવત, દલાલી અને કમિશન પેટે નેતાઓને મળેલાં અબજોનાં નાણાં ભારતમાં છુપાવી શકાયાં ન હોઈ આ નાણાં સ્વિસ બેન્કોમાં રવાના કરાય છે. સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારને પત્ર લખીને માહિતી આપી છે કે સ્વિસ બેન્કોના ભારતીયોના ૭૦ લાખ કરોડ રૂપિયા જમા છે. ભારતીયોનું આવું બે નંબરનું નાણું સ્વિટ્ઝરલેન્ડ ઉપરાંત બ્રિટિશ અમેરિકન ટાપુઓ પર પણ જમા પડયું છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી દેશના મોટા મોટા રાજકારણીઓના પૈસા સ્વિસ બેન્કોમાં જમા છે. તેમાંથી કોઈ રાજકીય પક્ષ બાકાત નથી. સામ્યવાદી પક્ષ પણ નહીં, કારણ કે ડાબેરીઓ પણ રશિયા અને ચીનના હવાલાથી પૈસા લેતા રહ્યા છે.

બીજા દેશોની માફક ગમે તે રહસ્યમય કારણસર ભારતે આ કાળા નાળા ધરાવતા ભારતીય ખાતેદારોનાં નામ હાંસલ કરવા કોઈ રસ જ ન દાખવ્યો.

હવે આખા વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિ વધી હોવાથી વિશ્વને પણ લાગે છે કે ત્રાસવાદી સંગઠનો તેમનું કાળું નાણું સ્વિસ બેન્કોમાં રાખે છે. આ કારણથી કાળું ધન વિદેશોમાં સંગ્રહવાના વિરોધમાં જનમત પ્રબળ બનતો જાય છે. અમેરિકા, સ્પેન, જર્મની વગેરે દેશોએ ખાતેદારોનાં નામ પ્રાપ્ત કરવા માટે ટેક્સ - હેવન દેશો પર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ ૧૪ ફેબ્રુઆરી,૨૦૦૯ના રોજ મિયામીમાં આવેલી યુનાઈટેડ બેન્ક ઓફ સ્વિટ્ઝરલેન્ડ (યુબીએસ)ની વિરુદ્ધ એક કેસ દાખલ કરી બાવન હજાર જેટલા અમેરિકન ખાતેદારોનાં નામ જાહેર કરવા જણાવ્યું હતું. અમેરિકન સરકારને એવી શંકા હતી કે કેટલાક અમેરિકનોએ ટેક્સની ચોરી કરવાની ઇચ્છાથી ૧૪.૮ બિલિયન ડોલર સ્વિસ બેન્કોમાં જમા કરાવેલા છે. આ મુકદ્દમા બાદ સ્વિસ બેન્કે એ વાતનો સ્વીકાર કર્યો કે ટેક્સ ચોરી કરવાવાળાઓને બેન્કે મદદ કરી છે. એટલું જ નહીં, પરંતુ સ્વિસ બેન્ક દ્વારા આ એકરાર બાદ એણે ૭૮૦ મિલિયન ડોલરનો દંડ અમેરિકન ગુપ્તચર સંસ્થાઓને ભર્યો. એટલું જ નહીં પરંતુ સ્વિસ બેન્કે ૩૦૦ ખાતેદારોનાં નામ - સરનામાં પણ અમેરિકાને આપ્યાં.
આ જ પ્રમાણે જર્મનીએ કર્યું. જર્મનીના દબાણ બાદ સ્વિસ બેન્કે ૧૪૦૦ જેટલા જર્મન ખાતેદારોનાં નામ પણ જર્મન ગુપ્તચર સંસ્થા વી એન્ડ ડીને સોંપ્યાં. આ ૧૪૦૦ પૈકી ૬૦૦ ખાતેદારો જર્મન છે જ્યારે બાકીના ૮૦૦ ખાતેદારો પૈકી કેટલાક ભારતીય પણ છે. આ ભારતીય ખાતેદારોનાં નામ ભારતને આપવા જર્મન સરકાર ઇચ્છતી હતી, પરંતુ ગમે તે રહસ્યમય કારણસર ભારતે ભારતીય ખાતેદારોનાં નામ હાંસલ કરવા કોઈ રસ જ ન દાખવ્યો.


અમેરિકા અને જર્મનીની આ કાર્યવાહીમાંથી પ્રેરણા લઈ ફિનલેન્ડ, કેનેડા, નોર્વે, સ્વિડન, ઈટાલી,આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડે પણ સ્વિસ બેન્કો પાસે તેમના દેશોનાં ખાતેદારોનાં નામો માંગ્યાં અને તેમને પણ સફળતા મળી. એટલું જ નહીં પરંતુ યુરોપિયન દેશોના નેતાઓએ ગયા એપ્રિલ માસમાં લંડનમાં એક અધિવેશન દરમિયાન કાળા ધન વિરુદ્ધ એક ઝુંબેશ શરૂ કરવા નિર્ણય લીધો. જે દેશોની બેન્કો બીજા દેશના નાગરિકોનું કાળું નાણું છુપાવે છે તે દેશો સામે પણ સખત કાર્યવાહી કરવા માંગણી થઈ, પરંતુ ગમે તે કારણસર ભારત સરકાર આ બાબતે ઉદાસીન રહી છે. પાછલા છ દાયકા દરમિયાન દેશના ભ્રષ્ટ નેતાઓ, બેઈમાન વેપારીઓ અને લાંચિયા અધિકારીઓએ અબજો રૂપિયા આવા દેશોમાં છુપાવ્યા છે. ભૂતપૂર્વ ઇન્કમટેક્સ કમિશનર કે.વી. એન. પાઈના રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટી તથા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ રૂ. ૨૫થી ૭૫ લાખ કરોડનું હોવાનું આકલન કર્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ કે જે વિશ્વના ૩૦ જેટલા ધનાઢય દેશોનો સમૂહ છે. તેણે ૭૭ જેટલા ટેક્સ - હેવન દેશોમાં આખા વિશ્વની આવી ધનરાશિ ૫૪૮થી ૫૯૮ લાખ કરોડ રૂપિયા હોવાનું કહ્યું છે. આ આકલનમાં કયા દેશના કેટલા પૈસા તે આંકડો જણાવાયો નથી. અલબત્ત, ટેક્સ જસ્ટિસ નેટવર્કે ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન ૨૨.૭ બિલિયન ડોલરનું બે નંબરનું નાણું ભારત બહાર પગ કરી ગયું હોવાનું કહ્યું છે.

કેટલું કાળું નાણું સ્વિસ બેન્કોમાં જમા છે. ખબર છે આપને....
ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે તાજેતરમાં જ ટેક્સ ચોરીની વિરુદ્ધ એક સમજૂતી થઈ છે. એ પછી સ્વિટ્ઝરલેન્ડનાં વિદેશ મંત્રી શ્રીમતી માઈકોલિન કેમેલિન રેએ રહસ્ય છતું કરતાં જણાવ્યું છે કે, “સ્વિસ બેન્કોના વિદેશીઓના ૨૦૫૦ બિલિયન ડોલર જમા છે. તેમાંથી ૧૦૨૫ બિલિયન ડોલર્સની રકમ બ્લેકમની છે. આ રકમમાંથી ૫૦ ટકા રકમ ભારતીયોની માનવામાં આવે તોપણ તે રકમ ૫૦૦ બિલિયન ડોલર જેટલી થાય છે. આમ વિવિધ આકલનો પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતીયોના ૭૦ લાખ કરોડથી વધુ બે નંબરના રૂપિયા સ્વિસ બેન્કોમાં જમા છે.
ગ્લોબલ ફાઈનાન્સિયલ ઈન્ટરગ્રેટીના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડો. દેવકાર અને દેવોન સ્મિથ દ્વારા ફોર્ડ ફાઉન્ડેશન માટે વિકાસશીલ દેશોના અવૈદ્ય નાણાકીય પ્રવાહ પર કરવામાં આવેલા સંયુક્ત અભ્યાસમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ૨૦૦૨થી ૨૦૦૦૬ સુધી વિકાસશીલ દેશોમાંથી ૪૩થી ૫૧ લાખ કરોડ રૂપિયા બહારના દેશોમાં પ્રવાહિત થયા છે. આ આંકડો ડોલરમાં જોઈએ તો ૮૫૬.૬ બિલિયન ડોલરથી ૧.૦૬ ટ્રિલિયન ડોલર જેટલો થાય છે. આ સંસ્થાએ એવો નિષ્કર્ષ પણ કાઢયો છે કે પ્રતિવર્ષ પ્રવાહિત થતા આવા કાળા ધનની ભારતની ટકાવારી ૧૮.૫ ટકા છે.
આઈઆઈએમ, બેંગલુરુના પ્રો. વૈદ્યનાથનના મત મુજબ ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન પ્રતિવર્ષ ભારતમાંથી ૨૭.૩ બિલિયન ડોલર જેટલી ધનરાશિ વિદેશી બેન્કોમાં જમા થઈ છે. આ પાંચ વર્ષની રકમને આધાર બનાવી ગણતરી કરવામાં આવે તો અત્યાર સુધીનો આંકડો ૧૩૬.૫ બિલિયન ડોલર અર્થાત્ ૭૦ લાખ કરોડ રૂપિયા જેટલો થાય છે.

આ કાળું નાણું રાષ્ટ્રીય સમ્પંતી જાહેર કરી દેવામાં આવે તો... ...
કેવું હશે ??? આવતીકાલનું ભારત ખબર છે... આપને.....
સ્વિસ બેન્ક એસોસિએશનના ૨૦૦૬ના રિપોર્ટ અનુસાર સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં જમા કરવાવાળા દેશોની યાદીમાં ભારત સહુથી ઉપર છે. બહારના દેશોમાં પડેલા ૭૦ લાખ કરોડ રૂપિયા જો પાછા લાવવામાં આવે તો ભારત દેશનું ૧૩ વખત વિદેશી દેવું ચૂકવી શકાય તેમ છે. એટલું જ નહીં, પરંતુ દેશના ૪૫ કરોડ ગરીબ પરિવારોને પરિવારદીઠ એક એક લાખ રૂપિયા આપી શકાય. ભારતનું વાર્ષિક બજેટ એક પણ રૂપિયાનો ટેક્સ નાંખ્યા વિના આપી શકાય અને આવા ટેક્સ જતા રહે તો લોકો ૨૫ રૂપિયે લિટરના ભાવે પેટ્રોલ તેમના વાહનમાં ભરાવી શકે. ભારતનો પ્રત્યેક ગરીબ પરિવાર લખપતિ બની શકે.

પરંતુ એ ૭૦ લાખ કરોડ પાછા લાવશે કોણ?
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર  વિરુદ્ધ આખા વિશ્વમાં લોકમત મજબૂત થઈ રહ્યો છે અને ગુપ્ત ખાતાં રાખનાર દેશો પર દબાણ વધી રહ્યું છે. ત્યારે ભારત આ સંબંધે ચૂપ છે. ખુદ રાષ્ટ્રસંઘે પણયુએન કન્વેન્શન અગેઈન્સ્ટર કરપ્શન દ્વારા પ્રસ્તાવ મૂકીને જણાવ્યું છે કે આવું કાળું નાણું જે તે દેશને પાછું આપવું જોઈએ.
ભારતે પણ આ પ્રસ્તાવ પર ૨૦૦૫માં હસ્તાક્ષર કર્યા છે, પરંતુ આજ સુધી તેની પુષ્ટિ કરી નથી. ભારત સરકાર ધારે તો એ ૭૦ લાખ કરોડ રૂપિયા દેશમાં પાછા લાવી શકે તેમ છે. આ ધન પાછું આવી જાય તો ભારતની ગણતરી વિશ્વનાં પાંચ શક્તિશાળી રાષ્ટ્રોમાં થઈ જાય તેમ છે. અને તેથી દેશની આંતરરાષ્ટ્રીય, રાજનૈતિક તથા આર્થિક હૈસિયત ઘણી ટોચ પર જઈ શકે તેમ છે.
પરંતુ નેતાઓની ઇચ્છા નથી. કેમ? જવાબ એમને જ ખબર છે.


અને તેથી જ ભારતના દરેક વ્યક્તિના સહયોગથી કાળા ધન વિરુદ્ધ એક રાષ્ટ્રીય ઝુંબેશ જરૂરી છે......

પણ..... કહેવાય છે..... આમાં આપણા કેટલા ટકા.....????? આ માનસિકતા તોડવી પડશે.........તો જ......................

No comments:

Post a Comment