ટર્મિનેટર, ટાઈટેનીક, અવતાર જેવી ફિલ્મો ના નિર્માતા જિદ્દી અને મનમોજી ટ્રક ડ્રાઇવરમાંથી મહાન ફિલ્મસર્જક બનનારા જેમ્સ કેમરોનની જિંદગી એમની ફિલ્મો જેટલી જ એક્સાઈટિંગ છે. પોતાના સમય કરતાં આગળ રહેલા આ જિનિયસ ફિલ્મમેકરની જીવનકિતાબનાં પાનાં ઉથલાવવાં જેવાં છે...
મઘ્ય કેનેડાના ઓંતારિયો શહેર પાસે આવેલી ચિપાવા નામની એક લોકાલિટી. ઉનાળાની મોસમ છે. સાંજ પડવાની તૈયારીમાં છે. એક મઘ્યમવર્ગીય ઘરના નાનકડા ઓરડામાં અજબ હલચલ છે. અસ્તવ્યસ્ત વિખરાયેલા સામાન વચ્ચે પલંગ પર સૂતેલો એક છોકરો આંખો અડધી બંધ કરીને કલ્પનાની દુનિયામાં વિહાર કરી રહ્યો છે અને એના મોંમાથી સુપરપાવર, રોબો, યંત્રો, યુદ્ધ, વિનાશ જેવા શબ્દો નીકળી નીકળી રહ્યા છે. થોડી વારે છોકરો આખરે બબડવાનું બંધ કરે છે. એના ચહેરા પર એક અજબ શાંતિ છે અને આછો આછો આત્મવિશ્વાસ પણ ડોકિયું કરી રહ્યો છે.
એકાએક એ ઊઠ્યો અને રસોડામાં કામ કરતી પોતાની મા પાસે જઈને કહે છે, ‘મા, મેં નક્કી કરી લીધું છે - મારે ફિલ્મમેકર બનવું છે.’ મા પરેશાન થઈ ગઈ. એ કંઈ ન બોલી અને પોતાનું કામ કર્યા કર્યું. છોકરો પાછો બોલ્યો, ‘હું અલગ જ પ્રકારની ફિલ્મો બનાવીશ. જેવી પહેલાં કોઈએ ન બનાવી હોય, એવી. કોમિક્સમાં તો બધું ખોટેખોટું બતાવ્યું હોય છે. હું એ બધું સાચેસાચું બતાવીશ.’ મા આછું હસી અને બોલી, ‘ભલે. તને જે ઠીક લાગે તેમ કરજે’.
માનું નામ શર્લી હતું. એ અને એના પતિ ફિલિપ કેમરોન કેટલીય વાત પોતાના સૌથી મોટા દીકરા જેમ્સ ઊર્ફે જિમના મોઢે સાંભળી ચૂક્યાં હતાં કે મોટો થઈને એ પોતાની કરીઅર ફિલ્મોની દુનિયામાં બનાવવાનો છે. જોકે, ઘરની સ્થિતિ અને વાતાવરણ સાવ વિપરીત હતાં. છતાં ૧૫ વર્ષના જેમ્સના દિમાગમાં તો બસ એક જ વાત બેસી ગઇ હતી કે ન તો મારે માની જેમ ચિત્રકાર બનવું છે અને ન તો પિતાની જેમ એન્જિનિયર. આપણને તો બસ, માત્ર અને માત્ર ફિલ્મ ડિરેક્ટર જ બનવું છે!
બડા બેટા
ફિલિપ અને શર્લી મઘ્યમવર્ગીય પરંપરાગત કુટુંબોમાંથી આવતાં હતાં. તેમણે ૧૯૫૦માં પ્રેમલગ્ન કર્યા અને કેનેડામાં નાયગ્રા ધોધ પાસેના કાપુસકાસિંગ નામના નાનકડા ગામમાં રહેવા લાગ્યાં. ફિલિપ વ્યવસાયે એન્જિનિયર હતા અને શર્લી એક નર્સ. ફિલિપ થોડા જુનવાણી માણસ હતા. શર્લીને પેઈન્ટિંગનો ભારે શોખ. એ આ ક્ષેત્રમાં જ આગળ વધવા માગતી હતી, પરંતુ લગ્ન પછી એણે મહત્વાકાંક્ષાને કુરબાન કરી દીધી. શર્લી પાંચ સંતાનની માતા બની. એમાં સૌથી મોટો અને સૌથી ખાસ જેમ્સ. જેમ્સનું બાળપણ એકદમ સીધુંસાદું હતું. એણે ન કોઈ ઊથલપાથલ સહેવી પડી કે ન એના પર કોઈ મોટી મુસીબત આવી.
કોમિક્સ કી પાઠશાળા
નાનકડા જિમનું ઘ્યાન ભણવાનાં ચોપડામાં ઓછું અને કોમિક્સમાં વધુ રહેતું. એને સ્પાઇડરમેન, ધ એકસમેન જેવાં પાત્રો સૌથી વધુ ગમતાં હતાં. એના કોમિક્સ એ લગભગ ગાંડાની જેમ વાંચતો. ૧૨ વર્ષની કાચી વયથી ફિલ્મો જોવાનો નવો પણ ઝનૂની શોખ એની પર સવાર થઈ ગયો. એ જ દિવસોમાં જેમ્સ એક રાતે મશહૂર દિગ્દર્શક સ્ટેનલી કુબ્રિકની ‘અ સ્પેસ ઓડિસી’ ફિલ્મ જોવા ગયા. અંતરિક્ષ જગતના અજબ-ગજબનાં જીવો અને એવી જ કથા પર બનેલી આ ફિલ્મની સ્પેશિયલ ઇફેકટ્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. આ ઈફેકટ્સ સમજવા જેમ્સે આ ફિલ્મ ૧૦ કરતાંય વધુ વાર જોઈ નાખી. એમને એ જાણવાની લગની લાગી કે આ સ્પેશિયલ ઇફેકટ્સ અપાય છે કેવી રાતે? ફિલ્મોમાં જોયેલાં દ્રશ્યો જાતે અજમાવી જોવાના ઝનૂનને લીધે જેમ્સની પિતાના ૧૬ એમએમ વિડિયો કેમેરા સાથે પાક્કી દોસ્તી થઈ ગઈ. એ પછી ઘરમાં જ રમકડાંના સેટ લાગવા માંડ્યા તથા નાનાં મશીનો અને રમકડાંનું ઢંગધડા વગરની વાર્તાના નામે ‘ફિલ્માંકન’ થવા લાગ્યું. આ કામમાં નાના ભાઇ માઇકે એમને ખૂબ મદદ કરી. બસ, અહીંથી જ જેમ્સના જીવનની દિશા નક્કી થતી ગઈ. કેમરોન પરિવારનું ભાગ્ય કહો કે નિયતિનો સંયોગ, કે જેમ્સે પોતાના મનની વાત કુટુંબ સામે જાહેર કરી એ જ દિવસોમાં એમના પિતાને કેલિફોર્નિયાથી એક નોકરીની ઓફર મળી. તરત નિર્ણય લેવાયો કે આપણે કેનેડા છોડી અમેરિકા જઈએ છીએ! દેખીતી રીતે જ, આ નિર્ણયથી સૌથી વધુ ખુશ જેમ્સ થયો. હોલીવૂડનું પિયર પણ કેલિફોર્નિયા જ છેને.
સામાન્ય સ્થિતિ, બાજુમાં હોલીવુડ, ઊંચાં ખ્વાબ
કેનેડા છોડીને કેમરોન કુટુંબ પશ્વિમમાં અમેરિકાના કેલિફોર્નિયા રાજયના બ્રી નામના શહેરમાં પહોંરયું. ત્યાં ગયા પછી જેમ્સનું કોલેજનું શિક્ષણ હજી શરૂ જ થયેલું એટલામાં તેનું મન ભટકવા લાગ્યું. એક તરફ કેમરોન કુટુંબ નવા દેશમાં સેટલ થવાની કોશિશ કરી રહ્યું હતું અને બીજી તરફ જેમ્સ નવી મુશ્કેલીમાં ધેરાયો હતો. આ દિવસોમાં જ એને બિયર પીવાની લત લાગી ગઇ હતી. અને એ માટે તેઓ એક બારમાં જતા હતા. એક બારમાં તેમની મુલાકાત શેરોન વિલિયમ્સ સાથે થઈ. બન્ને દોસ્ત બની ગયાં અને ટૂંકમાં જ પ્રેમીપંખીડાં તરીકે ઓળખાવા લાગ્યાં. ઘરના લોકોએ જેમ્સને સમજાવ્યો કે પહેલા ભણવાનું તો પૂરું કરો, પછી જે કરવું હોય તે કરજો. જેમ્સ જોકે પ્રેમના એવા તો પાશમાં બંધાઈ ચૂક્યા હતા કે એક તરફ ભણતર છૂટી ગયું અને ઘર પણ દૂર થઇ ગયું.
તેઓ એક નાનકડા ભાડાના ઘરમાં લગ્ન કર્યા વગર જ શેરોન સાથે રહેવા લાગ્યા. એમની પાસે નહોતા પૈસા કે નહોતો કમાણી કરી શકાય એવો હુન્નર. શરૂઆતમાં તો શેરોને બન્નેનો ખર્ચ કાઢયો, પણ પછી એની હિમ્મત પણ ડગમગી ગઈ. જેમ્સે હિમ્મત ટકાવી રાખવા કેટલાંય નાનાં-મોટાં કામો કર્યા. છેવટે એક ટ્રક-ડ્રાઈવરની નોકરી હાથ લાગી. બન્ને ફરતાં-રખડતાં રહેતાં, પણ વિચારતાં કે એક દિવસ હોલીવુડમાં સ્થાન જમાવીને જ હાશ કરીશું. આ દિવસોમાં જેમ્સને પોતાના વિચારો ડાયરીમાં ટપકાવવાની એક સારી ટેવ પણ પડી. તેઓ સમય મળતો કે કોઈ નવી કથાનો વિચાર સૂઝતો તો તરત ટપકાવી લેતા. તેઓ ખૂબ ઝડપથી વિચારતા અને એટલી જ ઝડપથી એ લખી પણ નાખતા. એકંદરે તેઓ એક હાઈપર-એકિટવ લેખક બનતા જતા હતા. એમણે પોતાના નાના કેમેરાથી થોડી ફિલ્મો બનાવવાની શરૂઆત પણ કરી દીધી હતી.
જેમ્સના સંઘર્ષના દિવસો લાંબા ને લાંબા ખેંચાતા જતા હતા. આ દિવસોને યાદ કરતાં જેમ્સનાં પહેલાં પત્ની શેરોન કહે છે, ‘જિમ મોટે ભાગે મારી કાર લઇ જતાં અને એને ૧૦૦ માઇલની ઝડપે દોડાવતાં. અચાનક ઇર્મજન્સી બ્રેક મારી દેતા. કાર ૧૮૦ અંશે ફરી જતી. મને આજે પણ નથી સમજાતું કે એવું તેઓ શું કામ કરતા.’ જેમ્સ શેરોનનો સંબંધ ત્રણ વર્ષગાંઠ ઊજવી ચૂકયો હતો. જોકે બન્નેએ હજી લગ્ન નહોતાં કર્યા અને લિવ-ઇન રિલેશનશિપને જ ગૃહસ્થી માનતાં હતાં.
વર્ષ કાયાકલ્પનું
૧૯૭૭નું વર્ષ આવ્યું. એક રાતે જેમ્સે જયોર્જ લુકાસની ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ જોઈ. આ અનુભવ ૧૫ વર્ષની વયે જોયેલી ‘અ સ્પેસ ઓડિસી’ જોઈને થયેલા અનુભવ જેવો જ હલબલાવી મૂકે તેવો હતો. ‘સ્ટાર વોર્સ’ જોયા પછી જેમ્સની દુ઼નિયા જાણે કે બદલાઈ ગઈ. એમને સમજાઈ ગયું કે બાળપણથી માંડીને આજ સુધી પોતે જે ફેન્ટસી દુનિયાની કલ્પના કરતા આવ્યા છે એને પડદા પર ઉતારવી સંભવિત છે. એમનો આત્મવિશ્વાસ દ્રઢ થયો અને એમણે પોતાનાં સપનાં સાકાર કરવાનું ખુદને વચન આપ્યું. ટ્રક ડ્રાઇવરની નોકરી ચાલુ રાખીને ફિલ્મી દુનિયા સાથે સંબંધ જોડવાનું મુશ્કેલ હતું, એટલે એમણે નોકરી છોડીને સંપૂર્ણપણે હોલિવુડમાં આગળ વધવાનું પ્લાનિંગ કરી નાખ્યું.
આ પહેલા એમણે નાની નાની ફિલ્મો શૂટ કરીને કુટુંબીઓ-દોસ્તોમાં બતાવવાનું શરૂ કરી દીધેલું. દરમિયાન એમણે પોતાના નાનકડા કેમેરાથી ‘સિરકા’ નામની એક એમેરયોર ફિલ્મ શૂટ કરી, જેને સ્થાનિક થિયેટરમાં બતાવાઈ અને લોકોને એ ગમી પણ ખરી. એમની કળા બહાર આવવા લાગી અને હિમ્મત વધતાં બેકારીના ધબ્બા પણ ધોવાવા લાગ્યા. જોકે, હજી કમાણી લગભગ નહીં જેવી જ હતી. આ જ સમયે લગભગ પાંચ વર્ષ સાથે રહ્યાં પછી જેમ્સ અને શેરોને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ૧૯૭૭ની ૧૪મી ફેબ્રુઆરી-વેલેન્ટાઈન્સ ડે - એ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયાં.
પહેલાં લગ્ન, પહેલું કામ અને મોટો સબક
હવે જેમ્સ દિવસ-રાત એક કરીને નવા નવા આઈડિયા પર કામ કરવા લાગ્યા. લાઈબ્રેરીમાં આખી આખી રાત જાગીને ફિલ્મસર્જનની બારીકાઈ સમજતા. સ્પેશિયલ ઈફેકટ્સ આપતા. લોકોને મળીને નવીનવી જાણકારી મેળવતા. એમણે મોટી ફિલ્મ બનાવવા માટેનાં લેન્સ અને બીજાં ઉપકરણો ખરીદવાની શરૂઆત કરી. ઘરને વર્કશોપમાં ફેરવી નાખીને એમણે સ્પેશિયલ ઈફેકટ્સની આંટીઘૂંટીઓનો પ્રત્યક્ષ સામનો કરવા માંડ્યો. તેઓ પૂરેપૂરા ફિલ્મમાં ડૂબી જવા ઈરછતા હતા અને એની અસર એમના લગ્નજીવન પર પણ પડવા માંડી હતી. શેરોન પોતાની નારાજગી કેટલીય વાર જેમ્સને જણાવી ચૂકી હતી. આમ કરતાં કરતાં બે વર્ષ વીતી ગયાં. જેમ્સ પાસે પ્રતિભા તો હતી, એ પ્રતિભાને જોવા તૈયાર એવા થોડાઘણા લોકો પણ હતા, પણ નહોતું એવું કોઈ કામ જે એમને બ્રેક આપીને ચોક્કસ સ્થાન પર આપી શકે.
૧૯૭૯નું વર્ષ એમને માટે કામની પહેલી તક લઈને આવ્યું. જેમ્સના મિત્ર વિલિયમ વિશર ઊભરતા ફિલ્મરાઇટર હતા. એક દિવસ એમણે જેમ્સને પૂછ્યું: શું તારી પાસે ફિલ્મ માટે કોઈ સરસ સબજેક્ટ છે? મારી પાસે એક ફાઇનાન્સર છે, જે ટેકસ બચાવવા ફિલ્મનિર્માણમાં પૈસા રોકવા ઈરછે છે.’ જેમ્સે તરત કહ્યું, ‘અરે એક નહીં, ઘણા સબજેક્ટ છે!’ બન્ને દોસ્તો સાથે બેઠા અને કેટલાય વિષયો પર લમણીઝીંક કરી. છેવટે બન્ને ‘સ્ટાર વોર્સ’ જેવી એક સાયન્સ ફિકશન ફિલ્મની કથા પર એકમત થયા. ફિલ્મની સ્ક્રીપ્ટ ફાઈનલ થઈ એને નામ અપાયું- ‘જીનોન જેનેસિસ.’ બીજા ગ્રહો પરથી આવતા જીવોની આ કથા હતી.
જેમ્સ એમાં ભરપૂર સ્પેશિયલ ઈફેકટ્સ ઉમેરવા માગતા હતા. ફિલ્મનો ફાઇનાન્સર કેલિફોર્નિયાનો નામાંકિત ડેન્ટિસ્ટ હતો. શરૂઆતમાં કાગળ પર ફિલ્મ પાછળ ચાર લાખ ડોલર ખર્ચવાનું નક્કી થયું અને શૂટિંગ શરૂ કરવાની લીલી ઝંડી મળી ગઇ. જેમ્સ માટે તો સપનું સાકાર થઈ રહ્યું. તેઓ ઉત્સાહપૂર્વક પોતાની ફિલ્મને કાગળ પર આખરી ઓપ આપી રહ્યા હતા ત્યાં જ ફાઇનાન્સરે પોતાનો વિચાર બદલી નાખ્યો. એ હવે ચાર લાખ ડોલરને બદલે માત્ર ૨૦ હજાર ડોલર જ રોકવા માગતો હતો!
જેમ્સ અને એમના દોસ્તો માટે હોલીવુડનો પહેલો ઝટકો એક સબક બની ગયો. એમણે પણ પ્રોફેશનલિઝમ બતાવ્યું અને બજેટ વીસમા ભાગનું થઈ ગયા છતાં ફિલ્મ બનાવવા રાજી થઈ ગયા. એમણે કળાકારો તરીકે પોતાના દોસ્તોનો સાથ લીધો અને ફૂલટર્ન કોલેજનું આંખનું દવાખાનું બન્યું સેટ. ટિનના સ્પેસ-સૂટ બન્યાં અને રમકડાંને સ્પેશિયલ ઈફેકટ્સ દ્વારા એલિયન્સ જેવાં દર્શાવાયાં. રસપ્રદ વાત તો એ હતી કે કોઈ મોટી ફિલ્મ બનાવવા માટે જેમ્સની આખી ટીમ અનાડી હતી અને કોઈને કોઇ જ અનુભવ નહોતો.
શૂટિંગ માટે કેમેરા ભાડે લેવાયા તો અડધો દિવસ તો એ જ ચક્કરમાં નીકળી ગયો કે કેમેરા ઓપરેટ કેવી રીતે થાય છે! ટૂંકા બજેટને કારણે ‘જિનોન જેનેસિસ’ ૩૫ એમ.એમ.ની માત્ર ૧૨ મિનિટની કામચલાઉ ફિલ્મ જ બની શકી, પરંતુ એની સ્પેશિયલ ઇફેકટ્સ એકદમ દમદાર હતી અને જોવાવાળાઓએ એના પેટ ભરીને વખાણ કર્યા. આ આંશિક સફળતાથી જેમ્સ નિરાશ ન થયા.
દુ:સ્વપ્નમાંથી નીકળી ‘ટર્મિનેટર’
હવે જેમ્સ પાછા બેકાર હતા તથા અનુભવના નામે એમની પાસે હતી ૧૨ મિનિટની ‘જીનોન જેનેસિસ’ અને એના અન-એડિટેડ સિન્સ. એવામાં એમને ખબર પડી કે હોલીવુડમાં ન્યૂ વર્લ્ડ નામનો કોઈ સ્ટુડિયો છે, જે પોતાના જેવા સંઘર્ષ કરી રહેલા ફિલ્મકારોને તક આપે છે. જેમ્સે તરત ત્યાં નોકરી માટે અરજી કરી દીધી. એમને તરત બોલાવવામાં પણ આવ્યા. ઈન્ટવ્ર્યૂમાં તેઓ ન્યૂ વર્લ્ડના માલિક રોજર કોર્મન સામે બેઠા. એમને ‘જિનોન જેનેસિસ’ અને પોતાની સ્પેશિયલ ઇફેકટ્સ વિષે કહ્યું. કોર્મન જેમ્સથી ખૂબ પ્રભાવિત થયા.
જેમ્સે સ્પેશિયલ ઇફેકટ્સ કેમેરામેનના પદ માટે અરજી કરેલી, પણ કોર્મને એમને ચકાસવા માટે મિનિએચર સેટ બિલ્ડર (ફેન્ટસી દ્રશ્યોનાં લઘુરૂપ, જેમને સ્પેશિયલ ઈફેકટ્સ દ્વારા અસલી બતાવાય છે)નું કામ આપ્યું. ૧૯૮૦ના આ વર્ષમાં જેમ્સ હોલીવુડના અસલી નિવાસી બન્યા અને હવે તો એમની પાસે એક સ્ટુડિયોની નોકરી પણ હતી. સૌથી પહેલા એમને એક ફેન્ટસી ફિલ્મ ‘બેટલ બિયોન્ડ સ્ટાર્સ’ માટે મિનિએચર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું.
જેમ્સ પરીક્ષામાં સફળ પુરવાર થયા. એમને વખાણની સાથે બઢતી મળી અને બહુ જલદી એમનો હોદ્દો આર્ટ ડિરેક્ટરનો થઇ ગયો. એમની દિગ્દર્શનની ક્ષમતા પણ પહેલી વાર રોજર કોર્મને જ ઓળખી. ૧૯૮૧માં બનેલી ફિલ્મ ‘ગેલેકસી ઓફ ટેરર’માં જેમ્સને સેકન્ડ યુનિટ ડિરેક્ટર બનવાનો મોકો મળ્યો. ભલે મોડા તો મોડા, પણ હવે તેઓ સાચા રસ્તે હતા. એમની સફળતાથી કુટુંબ પણ ખુશખુશાલ હતું કે છેવટે જેમ્સે જાતને સાબિત કરી બતાવી.
ન્યૂ વર્લ્ડ સ્ટુડિયોમાં ગેલ એની હર્ડ નામની એક સ્ત્રીએ જેમ્સને ખૂબ જ પ્રભાવિત કર્યા. આગળ જતાં એ જેમ્સની બીજી પત્ની પણ બની. જોકે, ન્યૂ વર્લ્ડના સૌજન્યથી જેમ્સને પહેલી વાર એક મોટી ફિલ્મ ‘પિરાન્હા-૨ : ધ સ્પાનિંગ’ના દિગ્દર્શનની તક મળી. ઈટલીના એક નિર્માતા ઓવિડો એસોનિટિસે આ ફિલ્મના દિગ્દર્શન માટે રોજર કોર્મનનો સંપર્ક સાઘ્યો, તો એમણે પોતાની ગૂડ બુકમાં સૌથી ઉપર એવા જેમ્સ કેમરોનને આગળ કરી દીધા. આ એક સિકવલ ફિલ્મ હતી અને શિકારી માછલી પિરાન્હાને કેન્દ્રમાં રાખીને બનાવવાની હતી. ફિલ્મનું શૂટિંગ જમૈકામાં થવાનું હતું અને બધા કળાકાર ઈટલીના હતા.
એમનામાંથી માંડ એક જ જણ અંગ્રેજી જાણતો હતો. ફિલ્મનું બજેટ ઘણું ઓછું હતું, જયારે નિર્માતાની આશાઓ બહુ ઊંચી હતી. કામ તો શરૂ થયું, પણ શૂટિંગ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ જેમ્સ નિરાશ થતા ગયા. જેમ્સ સમજી ગયા કે પોતાની પહેલી ફિલ્મ ટિકિટબારી પર પીટાઈ જવાની છે. ફિલ્મ એડિટિંગના મુદ્દે એમને નિર્માતા સાથે મતભેદ થઈ ગયા અને એમણે ધમકી પણ આપી દીધી કે આટલા ખરાબ કામ માટે પોતે જેમ્સ સામે અદાલતમાં કેસ ઠોકી દેશે. જેમ્સે રોમમાં રાતોની રાતો જાગીને ખૂબ જ ઝીણવટથી ફિલ્મનું એડિટિંગ કર્યું.
એ છતાં ફિલ્મ પોતાની અપેક્ષા જેટલી સારી તો ન જ બની શકી. જેમ્સ નિરાશ અને દુ:ખી હતા. એમને ખરાબ સપનાં આવવા લાગ્યાં હતાં. એક ખરાબ સપનું એમને યાદ રહી ગયું, જેમાં ભવિષ્ય કાળમાંથી એક ઇન્સાન માત્ર અને માત્ર એમને મારવા આવે છે. તેજ દિમાગવાળા જેમ્સે સપનું ડાયરીમાં ટપકાવી લીધું અને આગળ જતાં આ જ સપનું એમની પહેલી બેહદ સફળ ફિલ્મ ‘ટર્મિનેટર’ની વાર્તા બન્યું.
કિંમત એક ડોલર
‘પિરાન્હા..’થી નિરાશ જેમ્સ હોલીવુડ પાછા આવી ગયા પરંતુ આ નિરાશના એક સપનામાં જ ભવિષ્યની મોટી સફળતા છુપાઈ હતી. ભવિષ્યની દુનિયામાંથી એક સાઇબોર્ગના આગમનનું સપનું એમણે એક કમર્શિયલ સ્ક્રીનપ્લે રૂપે લખ્યું અને ફાઇનાન્સરની શોધમાં મચી પડયા. દરમિયાન એમને ન્યૂ વર્લ્ડની જૂની સહકાર્યકર ગેલ હર્ડ પણ મળી, જેણે સ્ટુડિયો છોડીને પેસિફિક વેસ્ટર્ન પ્રોડકશન્સ નામની પોતાની નિર્માણ કંપની બનાવી લીધી હતી. ગેલને જેમ્સનો સ્ક્રીનપ્લે ગમી ગયો અને એ એમની સાથે કામ કરવા તૈયાર થઈ ગઈ.
જેમ્સની માત્ર એક શરત હતી કે પોતાના સ્ક્રીનપ્લેનો દિગ્દર્શક પણ પોતે જ હશે. આ શરતે દાવ ખેલતાં ગેલે ‘ટર્મિનેટર’નો સ્ક્રીનપ્લે જેમ્સ પાસેથી માત્ર એક ડોલરમાં ખરીદી લીધો! બન્નેએ તરત જ આ ફિલ્મ માટે કોઇ મોટા ફાઇનાન્સરની શોધ શરૂ કરી દીધી. તેઓ ડઝનબંધ લોકોને મળ્યા અને એમને મનાવવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ જેઓ હા કહેતા એમની ઇરછા ફિલ્મનું દિગ્દર્શન કોઈ મોટા દિગ્દર્શક કરે એવી હતી. એમની નજરમાં જેમ્સ કેમરોન કોઇ મોટી હસ્તી નહોતા. આ મોટી શરત સામે જેમ્સે પોતાની શરતને નાની ન થવા દીધી અને તેઓ અડગ રહ્યા. છેવટે એમને જહોન ડેલ મળ્યા, જેઓ હેમડેલ પિકચર્સના માલિક હતા. એમણે ફિલ્મના હક ખરીદીને જેમ્સને દિગ્દર્શક તરીકેના સંપૂર્ણ અધિકાર આપી દીધા. ‘ટર્મિનેટર’ની ભૂમિકા માટે એવો કોઈ કળાકાર પસંદ કરવાનો હતો, જેનું વ્યક્તિત્વ લોકોની ભીડમાં સહેલાઈથી એકરૂપ થઈ જાય. નામ નક્કી થયું પ્લાન્સ હેનિકસનનું, જે પિરાન્હામાં જેમ્સ સાથે કામ કરી ચૂક્યા હતા...
પરંતુ આ દિવસોમાં જ જેમ્સની મુલાકાત આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથે થઈ. આર્નોલ્ડનું કસાયેલું અને સ્નાયુબદ્ધ શરીર જોઈને જેમ્સનો વિચાર બદલાઈ ગયો. એમણે વિચાર્યું કે ભવિષ્યની દુનિયાનો વિલન કંઈ અલગ જ દેખાવો જોઈએ અને આર્નોલ્ડનું નામ નક્કી થઈ ગયું. ફિલ્મનું બીજું એક મહત્વનું પાત્ર સારા કોર્નર નામની મહિલાનું છે, જે એ સમયની ઊગતી અભિનેત્રી લિન્ડા હેમિલ્ટને ભજવ્યું. ફિલ્મ બનવી શરૂ થઈ અને નિશ્વિત બજેટ અને સમયમર્યાદામાં બનીને પૂરી પણ થઈ. ફિલ્મ સુપરહિટ થઈ અને દુનિયાભરમાં વખણાઈ. જોકે ફિલ્મના વિતરક ઓરિયન પિકચર્સને લાગતું હતું કે એ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે, પણ ૬૫ લાખ ડોલરમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાંથી આઠ કરોડ ડોલરની કમાણી કરી. જેમ્સ માટે હોલીવુડના રસ્તા વધુ પહોળા થઈ ગયા હતા.
હોલીવુડનો નશો
‘ટર્મિનેટર’ની સફળતા જેમ્સના અંગત જીવન માટે સારા સમાચાર નહોતા. ફિલ્મનિર્માણ દરમિયાન તેઓ પોતાની નિર્માતા સહયોગી ગેલ હર્ડની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા. તેઓ ફિલ્મ અને ગેલના ચક્કરમાં પત્ની શેરોનની ઉપેક્ષા કરી બેઠા અને પરિણામ એ આવ્યું કે ૧૯૮૪માં બન્ને અલગ થઈ ગયાં. એવા પણ સમાચાર આવ્યા કે માત્ર ૧૨,૦૦૦ ડોલર આપીને એમણે શેરોનથી છૂટાછેડા લઈ લીધા. એના બરાબર એક વર્ષ પછી એમણે બીજા લગ્ન ગેલ હર્ડ સાથે કરી લીધાં. હોલીવુડનો નશો એમની પર બરાબર ચડી ચૂકયો હતો. સંબંધો દ્વારા કામ કઢાવી લેવાનું મહત્વ એમને બરાબર સમજાવા લાગ્યું હતું.
‘ટર્મિનેટર’ને કારણે જેમ્સ હોલીવુડમાં એક કાબેલ સ્ક્રીનપ્લે લેખક તરીકે પણ ખાસ્સા વિખ્યાત થયા. ફિલ્મ લખવા માટેની કેટલીય દરખાસ્તો પણ એમને મળવા લાગી. ૧૯૮૦ દરમિયાન એમણે ‘એલિયન્સ’ તથા ‘રેમ્બો : ફસ્ર્ટ બ્લડ પાર્ટ ટૂ’ની કથા લખી. ૧૯૮૬માં એમણે ‘એલિયન્સ’ની કથા પર પત્ની ગેલ સાથે કામ શરૂ કર્યું. આ ફિલ્મનું ડિરેકશન પણ તેમણે સંભાળ્યું, પણ આ ફિલ્મ બનાવવામાં જેમ્સને બેહદ ખરાબ અનુભવોનો સામનો કરવો પડયો, કેમકે ટીમ એમના વ્યવહારને કારણે વિદ્રોહી થઈ ગઈ હતી. ટીમના બહુમતી સભ્યો જેમ્સના આદેશો ન માનીને અસહકાર કરતા હતા.
બહુ જ મુશ્કેલીઓ પછી આ ફિલ્મ પૂરી થઈ, પણ તે સારી બની હતી. સમીક્ષકોએ એની ટેક્નિક, વિઝ્યુઅલ ઇફેકટ્સ અને આર્ટ ડિરેકશનને ખૂબ પ્રભાવશાળી ગણાવ્યાં. બીજી દુનિયાના રહેવાસીઓને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં અને બેસ્ટ સાઉન્ડ ઈફેકટ્સ એડિટિંગ અને વિઝ્યુઅલ ઇફેકટ્સના ઓસ્કર જીતી પણ લીધાં. આ ફિલ્મ માટે જેમ્સને ૧૯૮૬ના શોવેસ્ટ-નેટો ડિરેક્ટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો.
પહેલો ઘા
‘ટર્મિનેટર’ અને ‘એલિયન્સ’ પછી જેમ્સની ઓળખ જુદા પ્રકારની ફિલ્મો બનાવનાર તરીકે સ્થપાઇ. હવે પછીનો મુકામ હતી ફિલ્મ ‘ધ એબીઝ’, જેની વાર્તાર્ જેમ્સે સ્કૂલના દિવસોમાં લખી હતી. ટ્વેન્ટીએથ સેન્રયુરી ફોકસ સ્ટુડિયોના બેનરમાં બનેલી આ ફિલ્મની કથામાં સમુદ્રના તળિયે માણસ અને એલિયન્સ વચ્ચેનો સંબંધ બતાવાયો છે. આ એવી પહેલી ફિલ્મ હતી, જેનું મોટા ભાગનું શૂટિંગ પાણીની સપાટીથી ૪૦ ફૂટ નીચે થયું હતું. શરૂઆતમાં ફિલ્મનું બજેટ ૪.૧ કરોડ ડોલર હતું અને એ સમયની સૌથી વધુ મોંઘી ફિલ્મ હતી. ફિલ્મમાં ડિજિટલ ટેક્નિકના ઉપયોગથી બહેતરીન વિઝ્યુઅલ અને સ્પેશિયલ ઈફેકટ્સ ઉમેરવામાં આવી. મોર્ફિંગ ઇફેકટ્સનો એમાં પહેલી વાર સમાવેશ કરવામાં આવેલો. આ ફિલ્મમાં જેમ્સના ભાઈ માર્કે પણ ઘણી ટેક્નિકલ મદદ કરી અને એ માટે એમણે પાંચ પેટન્ટ પણ નોંધાવ્યા.
મોટે ભાગે થાય છે એવું કે આશા-અપેક્ષા ખૂબ વધી જાય છે ત્યારે અસફળ થવાનો ડર પણ એટલો જ વધી જાય છે. આ ફિલ્મ માટે પણ એવું જ થયું. ૧૯૮૯માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મ બોકસ ઓફિસ પર તો ફસડાઈ પડી, પણ એ છતાં આ ફિલ્મને હોલીવુડમાં કેટલીય નવી ટેક્નિકસની જન્મદાતા માનવામાં આવે છે. એને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેકટ્સનો ઓસ્કર પણ મળ્યો. ‘એબીઝ’ની અસફળતાએ જેમ્સના અંગત જીવનમાં પણ ધરતીકંપ લાવી દીધો. હર્ડ અને જેમ્સનું સાથે રહેવું મુશ્કેલ થઇ ગયું હતું અને ૧૯૮૯ માં બન્નેએ છૂટાછેડા લઈ લીધા.
જોકે, એ છતાં પ્રોફેશનલી સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. હોલીવુડનું સત્ય એ જ છે કે અહીં મોટાભાગના સંબંધોને દિલથી નહીં, દિમાગથી તોલવામાં આવે છે. હર્ડથી વિખૂટા પડયા પછી થોડાક જ મહિનામાં જેમ્સે કેથરીન બિગેલો નામની હોલિવૂડની ઊભરતી ડિરેક્ટર સાથે ત્રીજાં લગ્ન કરી લીધાં.
ત્રીજી પત્નીનું અલ્ટિમેટમ
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથે જેમ્સની નિકટતા વધી રહી હતી. બીજા લોકોએ પણ એમને ટર્મિનેટરની સિકવલ ‘ટર્મિનટર ટુ : ધ જજમેન્ટ ડે’ બનાવવા પ્રેર્યા. ફિલ્મની કાસ્ટ લગભગ પહેલી ફિલ્મની જ રાખવામાં આવી. મુખ્ય તફાવત એ હતો કે આર્નોલ્ડ હવે રક્ષકની ભૂમિકામાં હતા અને એમનું મશીની નામ ટી-૧૦૦૦ હતું. લિન્ડા હેમિલ્ટન પાછી સારા કોર્નર બની. આ ફિલ્મનું નિર્માણ જેમ્સે પોતાના બેનર લાઇટસ્ટોર્મ એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરેલું. ૧૯૯૧ની ત્રીજી જુલાઈએ ફિલ્મ રજૂ થઈ અને દુનિયાભરમાંથી લગભગ બાવન કરોડ ડોલરની કમાણી કરી.
‘ટર્મિનેટર-ટુ’ની સફળતાએ જેમ્સને નવી ઊંચાઈ પર બિરાજમાન કર્યા, પરંતુ આ સફળતામાં શરીક થવા ત્રીજી પત્ની કેથરિન સાથે નહોતી. ‘ટર્મિનેટર-ટુ’ની સાથે સાથે જેમ્સ પત્ની કેથરિનની ‘પોઇન્ટ બ્રેક’ નામની ફિલ્મ પર પણ કામ કરી રહ્યા હતા. એમાં એમની ભૂમિકા એક સહાયક તરીકેની જ હતી અને કેથરિન જ સર્વેસર્વા હતી. ફિલ્મ ઠીકઠાક બની અને ઠીકઠાક ચાલી, પણ બન્ને વચ્ચેના સંબંધમાં ટેન્શન પેદા થઈ ગયું હતું. એક જ ક્ષેત્રના બે ધૂરંધરોએ એકસાથે રહેવું એ એક મ્યાનમાં બે તલવાર જેવું હતું. એ ઉપરાંત લિન્ડા હેમિલ્ટન સાથેની જેમ્સની નિકટતા કેથરિન સ્વીકારી શકે એમ નહોતી.
એણે સ્પષ્ટ કરી દીધું કે જેમ્સે બન્નેમાંથી એકને પસંદ કરવાની રહેશે. જેમ્સે લિન્ડાને પસંદ કરી અને એમણે કેથરિનને છૂટાછેડા આપીને છૂટાછેડાની હેટ્રિક પૂરી કરી. ફિલ્મોની દુનિયામાં નવા પ્રયોગો કરનારા જેમ્સ સંબંધોની દુનિયામાં પણ નવા પ્રયોગો કરતા હતા. લિન્ડાને એમણે ચોથી પત્નીનો દરજજો ન આપ્યો, પણ એ પહેલા જ તેઓ પિતા બની ચૂક્યા હતા. ૧૯૯૩માં લિન્ડાએ એક દીકરીને જન્મ આપ્યો, જેનું નામ જોસેફિન રાખવામાં આવ્યું. બન્નેએ ૧૯૯૭માં ઔપચારિક રીતે લગ્ન કર્યા અને બે વર્ષ પછી અલગ પણ થઇ ગયાં.
ડૂબેલા જહાજે જીતી લીધી દુનિયા
‘ટર્મિનેટર- પાર્ટ થ્રી’ બની, પણ જેમ્સ વગર. આ ત્રીજી ફિલ્મનું નામ ‘ટી-૩: રાઇઝ ઓફ ધ મશીન’ હતું અને એ ૨૦૦૩ના જુલાઈમાં રજૂ થઈ. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર ટર્મિનેટરની ભૂમિકામાં હોવા છતાં એ ખાસ કંઇ ન કરી શકી. એ પછી જેમ્સે ટી-૨નું એક થ્રી-ડી સ્વરૂપ ‘ટી-૨ થ્રી-ડી : બેટલ અક્રોસ ટાઈમ’ બનાવી, જે ૧૯૯૬માં રજૂ થઈ. એ ટી-૨ની એક મિનિ સિકવલ હતી. જેમ્સ થ્રી-ડી ફિલ્મોના દીવાના થઈ ગયા અને એમણે કહ્યું કે હવે ભવિષ્યમાં હું બધી ફિલ્મો થ્રી-ડી સ્વરૂપમાં જ બનાવીશ. જોકે એ પછી એમણે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની કથા પર ‘ટ્રુ લાઈઝ’ નામની ફિલ્મ બનાવી, જે ફ્રેન્ચ કોમેડી ‘લા ટોટલે’ની રિમેક હતી. આ એક જાસૂસી કથા પર આધારિત સાધારણ કક્ષાની ફિલ્મ હતી, પણ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેકટ્સ માટેનું એક ઓસ્કર નામાંકન મેળવવામાં એ જરૂર સફળ થઇ.
૧૯૯૫ સુધીમાં જેમ્સના ખાતામાં છ સફળ ફિલ્મો હતી, જેમાં ચારે તો ઓસ્કર એવોર્ડ પણ મેળવેલા. હવે તેઓ એવું કશું કરવા ઈરછતા હતા, જે આજ સુધીમાં કોઈએ ન કર્યું હોય. એમની આ તડપને શાંતિ મળી ફિલ્મ ‘ટાઈટેનિક’થી. આ ફિલ્મ બનાવવાનો વિચાર એમને નેશનલ જયોગ્રોફિકની એક ડોકયુમેન્ટ્રી ફિલ્મમાંથી મળેલો. એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિક જહાજને કેન્દ્રમાં રાખીને જેમ્સે એક પ્રેમકથા રચી. જેમ્સ આ ફિલ્મ માટે ગાંડા હતા અને પોતાનું બધું જ એમાં હોમી દેવા ઇરછતા હતા. એમણે એમ જ કર્યું. ફિલ્મને અસલી રૂપ આપવા માટે તેઓ ડૂબેલા અસલી ટાઇટેનિકનું ફિલ્માંકન કરવા એટલાન્ટિક સમુદ્રના તળિયા સુધી ગયા. બધાં જ જોખમો ઉઠાવ્યાં. જેમાં જાન જવાનો અને દેવાળિયા થઇ જવાનો ભય પણ હતો.
ફિલ્મનું બજેટ ૨૦ કરોડ ડોલરથી પણ વધુ હતું અને એ ૨૦મી સદીની સૌથી વધુ મોંઘી ફિલ્મ બનવા જઈ રહી હતી. આ ફિલ્મ હોલીવુડની જ નહીં આખી દુનિયાનો વારસો બની ગઈ. દુનિયાની તમામ મુખ્ય ભાષાઓમાં એ ડબ થઈ અને એણે જૂના તમામ વિક્રમો જમીનદોસ્ત કરી નાખ્યા. ૧૯૯૭ની ૧૯મી ડિસેમ્બરે રજૂ થયેલી આ ફિલ્મે કુલ એક અબજ ૮૦ કરોડ ડોલરની કમાણી કરી, જે એ સમય સુધીનું સર્વાધિક કલેકશન હતું. આ વિક્રમ ૨૦૦૯માં જેમ્સ કેમરોનની જ ફિલ્મ ‘અવતાર’ એ તોડયો. ‘ટાઈટેનિક’ માટે જેમ્સને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો, જે એમની ત્યાર સુધીની સૌથી મોટી સફળતા હતી.
‘ટાઇટેનિક’ની સફળતાના સાથે જ એમણે કેટલાક નવા પ્રોજેકટ્સની જાહેરાત કરી. તેઓ સ્પાઇડરમેન સીરિઝની એક ફિલ્મ બનાવવા માગતા હતા, પરંતુ વાર્તાના અધિકાર સંબંધે થયેલા વિવાદને કારણે એમની કોશિશ બેકાર ગઈ. ફિલ્મ દિગ્દર્શનથી સ્વેચ્છાએ વિરામ લઈને એમણે નવા પ્રોજેકટ્સ પર કામ કરવાનું શરૂ કરી દીધું. એમાં ‘ડાર્ક એન્જલ’ નામની એક ટીવી સિરિયલ, ‘બિસ્માર્ક’ તથા ‘ઘોસ્ટ ઓફ ધ એબીઝ’ જેવી થ્રી-ડી ડોક્યુમેન્ટ્રી પણ હતી. ૨૦૦૨માં તેઓ ‘સોલેરિસ’ નામની એક ફિલ્મના નિર્માતા પણ બન્યા તથા ‘ધ એકઝોડસ ડિકોડેડ’ ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો. એ ઉપરાંત ‘ધ ડિજિટલ ડોમેન’ નામક એક વિઝ્યુઅલ ઈફેકટ્સ આપનારી કંપનીના સહ-સંસ્થાપક અને સીઈઓ પણ બન્યા. આજે એમની આ કંપનીનાં કામની દુનિયાભરમાં ધાક છે

અને આજરોજ રીલીઝ થઇ રહેલ તેમની 3D ફિલ્મ SANCTUM પણ કંઇક નવા જ રેકર્ડ સ્થાપશે જ......
......સાભાર ....... અહા જિંદગી
No comments:
Post a Comment