Wednesday, October 6, 2010

<< સ્મશાનેથી આવીને નહાવાની જરૂર શા માટે ?

અગ્નિ સંસ્કાર બાદ મૃત વ્યક્તિની આત્માનું સૂક્ષ્મ શરીર થોડા સમય સુધી ત્યાં હાજર રહે છે, જે પોતાની પ્રકૃતિ મુજબ કોઇને પણ હાનિ પહોંચાડી શકે છે.

શબયાત્રામાં જવું અને મૃત શરીરને ખભો આપવો લગભગ બધા ધર્મોમાં કાર્યને પુણ્યનુ કાર્ય માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોનું કહેવું છે કે શબયાત્રામાં જવાથી અને અંતિમ સંસ્કાર વખતે હાજર રહેવાથી મનુષ્યને વૈરાગ્ય રુપી સર્વશ્રેષ્ઠ જ્ઞાન અને પરમ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રસંગે ઉપસ્થિત રહેવું એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અહંકાર જેવા મનોવિકરોથી થોડા સમય માટે છૂટકારો મેળવવો.

પણ સ્મશાન યાત્રામાં જવાથી સાંસારિક અને આધ્યાત્મિક લાભ થાય છે, તો ત્યાંથી આવીને તરત નહાવાની જરૂર શા માટે છે? નહાવું તો ત્યારે પડે જ્યારે આપણે અશુદ્ધ થઇએ છીએ. તો પછી પુણ્યનું કાર્ય કરીને તરત નહાવાની શી આવશ્યકતા છે? સવાલનો જવાબ મેળવવા ઊંડાણમાં જવાની જરૂર છે. શબના અંતિમ સંસ્કાર થાય તે પહેલા શબ વાતાવરણના સૂક્ષ્મ જીવાણુઓથી ગ્રસિત થઇ જાય છે. જેના લીધે મૃત વ્યક્તિ પણ કોઇ રોગનો ભોગ બની શકે છે. મટે ત્યાં હાજર રહેલી વ્યક્તિઓ પર જે-તે રોગની અસર થવાની શક્યતા છે. જો પાણીથી નહવમાં આવે તો સંક્રામન કીટાણુ પાણીની સાથે વહી જાય છે.

સિવાય તંત્ર-શાસ્ત્રોમાં અન્ય એક કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. સ્મશાનમાં સતત એવા કાર્યો થતા રહે છે જેનાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય, જે નબળા મનના માનવીને નુકસાન પહોંચાડી શકે છે. સ્ત્રીઓ પુરુષોન સરખામણીએ નબળા હૃદયની હોય છે. માટે તેમને સ્મશાન પર જતી રોકવામાં આવે છે. અગ્નિ સંસ્કાર બાદ મૃત વ્યક્તિની આત્માનું સૂક્ષ્મ શરીર થોડા સમય સુધી ત્યાં હાજર રહે છે, જે પોતાની પ્રકૃતિ મુજબ કોઇને પણ હાનિ પહોંચાડી શકે છે

No comments:

Post a Comment