જ્યારે બાળકો પરીક્ષા આપીને નવરાં થાય ત્યારે તેમના મનમાં ઘણો ઉલ્લાસ અને ઉમંગ આવી જાય છે. બાળકોને એવુ લાગે છે કે હવે તેઓ પોતાનુ મનફાવે તેવા કામ કરી શકે છે. રોક-ટોક વગર રમવુ, ટીવી જોવુ, ઉંધી રહેવુ વગેરે.
પરંતુ માતા-પિતા પોતાની આદત મુજબ તેમને ટોકતા રહે છે. તમે તમારા બાળકોને વેકેશનમાં શુ કરવુ તેની ચિંતા સતાવતી હોય તો આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક ઉપાય -
- સૌ પહેલા બાળકોને એ સમજાવો કે વેકેશન માત્ર મસ્તી કરવા નહી, પરંતુ કંઈક નવુ કરવાની તક આપે છે.
- જો તમે તેને વેકેશન કેમ્પમાં મોકલવા માંગતા હોય તો અભ્યાસને લગતો કોઈ કેમ્પ ન કરાવશો. કેમ્પ એવો હોય જે તેની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપે જેવુ કે ડ્રોઈંગ, રમકડાં બનાવવા વગેરે અથવા એવો કેમ્પ જેમા તેની શારીરિક કસરત થાય જેવા કે બેડમિંટન, સ્કેટિંગ વગેરે.
- બાળકને રોજ નહી તો અઠવાડિયામાં એકાદ બે વાર બગીચામાં લઈ જઈને તેમની સાથે મનમૂકીન રમો.
- બાળકોને રોજ સૂતા પહેલા એક નવી વાર્તા એવી સંભળાવો જેમાંથી તેમને કંઈક શિખામણ મળતી હોય.
- ટીવી જોવાના શોખીન બાળકોને અકબર-બીરબલની વાર્તા, વિક્રમ વેતાળ જેવી સીડી લાવીને બતાવો.
- બાળકો પાસે નાના-નાના કામ કરાવો, જેવા કે ફૂલછોડને પાણી પીવડાવવુ, પોતાની વસ્તુઓ જગ્યા પર મુકવી વગેરે અને તેમના દરેક કામના વખાણ કરો

No comments:
Post a Comment