મારા વતન પોરબંદર અને મોસાળ લાંબાબંદર માં એક પ્રથા છે કે દિવાળીની રાતે એક વાંસ ના લાકડામાંથી ઉપર સુતરાઉ કાપડ વીંટાળી નાની મશાલ બનાવવામાં આવે છે.જેનેમેરાયા કહે છે.પછી રાત્રે આ મેરાયા લઈને ઘરની એક વ્યક્તિ પહેલા ઘરના ખૂણે ખૂણે ફેરવી ગામના દરેક ઘરે જઈ તેમાં તેલ પૂરાવતા જાય અને ગાતા જાય
આજ દિવાળી, કાલ દિવાળી,
ગોકુળિયાની ગાંડ ગુવાળી,
સઈના છોકરા ખાય સુંવાળી,
મેર મેર રાજા.
અને ત્યાર બાદ ગામમાં આવેલ તળાવના કિનારે આ મેરાયાને મૂકી આવે.દાદા કહેતા કે આમ કરવાથી ઘરના અને ગામના વાતાવરણની શુદ્ધિ થાય તથા પરસ્પર એકબીજાને સુખ-દુઃખમાં મદદ કરવાની ભાવના કેળવાય છે.ત્યારે તો પૂછવું ભૂલી ગયો પણ આજે હવે કોને પૂછું કે આ મેર રાજા કોણ હતા…
No comments:
Post a Comment