Sunday, October 3, 2010

A little perspective (સાચા ઍવૉર્ડ વિનર્સ)

તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું, તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.
[1] 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોનાં નામ આપો.
[2] 1977
નું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
[3] 1980
ની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર ત્રણ એથ્લેટ્સનાં નામ આપો.
[4]
હિમાલયન કાર રેલીના 3 વિજેતાઓનાં નામ આપો.
[5]
ગુજરાતી સાહિત્યપરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર પાંચ જણનાં નામ આપો.
કાં ?!! કેમ લાગ્યું ?

જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ ! પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ ! છતાં આપણને એ લોકો આટલાં થોડાં વર્ષો બાદ યાદ પણ નથી રહેતાં. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઈનામો, ઍવૉડ્રઝ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો.
હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ :
[1] એવા 3 શિક્ષકોનાં નામ આપો જેણે તેમને નિશાળ કે કૉલેજકાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય.
[2] એવા 3 મિત્રોનાં નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય.
[3] તમારા સાચા રાહબર બન્યા હોય તેવા 3 વડીલોનાં નામ આપો.
[4] પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
[5] જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હો તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો !
કાં ?! હવે કેવું લાગ્યું ?? અત્યંત સહેલું ને ?
કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા ઍવૉર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં પરંતુ આપણું હૃદય તો જીવનપર્યંત એમને યાદ રાખે છે !!

No comments:

Post a Comment