Friday, October 29, 2010

જયોતથી જયોત પ્રગટાવવાનો મહાઉત્સવ દીપાવલી

દિલમાં હોય ઉમંગ તો હમેશ દિવાળી,
હોય કાજળ કાળી રાત અમાસની
તોય દિવાળી
કહે છે કે દિવાળી એટલે અંધકાર ઉપર પ્રકાશનો વિજય. દિવાળીના દિવસે એટલાં બધાં કોડિયાં એટલી બધી જ્યોતથી બધું ઝળાંહળાં થઈ જાય કે રાત અમાવાસ્યાની ગાઢ અંધકારમય રાત્રિ હોવા છતાં અંધકાર, પરાસ્ત થઈ જાય. આમ પ્રકાશનો વિજય સ્થાપિત થાય. પણ અંધકારનો પરાજય તો દિવાળીના એક દિવસે થયો.
દિવાળી આવે ત્યારે અગાઉ એક મહિનાથી શરૂ થાય, નવે નવરાત્રી અને વીસે દિવાળી. બધા તહેવારો આવે છે અને જાય છે પણ દિવાળી એક અનેરો તહેવાર છે.
દિવાળી કે દીપાવલી શબ્દ ‘દીપએટલે કે દીવો તથા ‘આવલીએટલે કે કતાર શબ્દો દ્વારા બનેલો છે. આથી દિવાળીનો અર્થ થાય છે ‘દીવાઓની કતાર કે લાઇન’ દિવાળી હિન્દુ પંચાંગ અનુસાર કારતક ચાન્દ્રમાસની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. જે અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે. ભગવતી લક્ષ્મી કે જેઓ ધન અને સમૃદ્ધિની દેવી છેતેમની દિવાળીના દિવસે પૂજા કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં તહેવાર કાલીપૂજા તરીકે ઉજવવામાં આવે છે. કાલી કે જેઓ શિવજીનાં પત્ની છે. તેમની અવસરે પૂજા કરવામાં આવે છે. દિવાળીનું પર્વ વાઘ બારસથી લઇને લાભપાંચમ સુધી ચાલે છે.
વાઘબારસ

વાઘબારસનો દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ છે કે દેશની પ્રજા વાઘ જેવી શક્તિશાળી બને અને અનિષ્ટો તથા દુશ્મનોનો સામનો કરવા માટે સક્ષમ બને.
વાઘબારસ પછી ધનતેરસ આવે છે. દિવસે લક્ષ્મીપૂજનનો વિશેષ મહિમા છે. ગરીબ માણસથી લઇને તવંગર લોકો ભક્તિભાવથી દિવસે ઐશ્વર્ય પ્રદાન કરનાર લક્ષ્મીજીનું પૂજન કરે છે. ધનતેરસના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે અને ધન લક્ષ્મીજીનું સ્વરૂપ છે. દિવસે પંચામૃત દ્વારા ધન ધોવાનો વિશેષ મહિમા છે. ધનતેરસ એવો સંદેશ પણ આપે છે કે જેમ જીવનની અસ્મિતા માટે શૌર્ય અને પરાક્રમની જરૂર પડે છે તેમ સ્વમાનપૂર્વક જીવવા માટે ધનની જરૂર પડે છે. લક્ષ્મી પૂજન થકી ધન પ્રાપ્ત કરી શકાય છે.
લક્ષ્મી પૂજનની વિધિ
જે સ્થાન પર પૂજન કરવાનું છે ત્યાં બાજઠ મૂકીને કોરું કપડું તેના પર પાથરો. વચ્ચેના સ્થાન પર અનાજની ઢગલી કરીને પાણી ભરેલા કળશની તેનપર સ્થાપના કરો. તેના પર વાટકી મૂકીને તેમાં સોપારીએક લાલ ફૂલએક સિક્કો તથા ચોખાના દાણા મૂકો. કળશની જમણી બાજુએ ગણપતિની પ્રતિમા કે ફોટો તથા જગ્યાએ કોઇ ચોપડા કે પુસ્તકનું સ્થાપન કરો. પૂજા શરૂ કરતાં પહેલાં દીવો અને અગરબત્તી જરૂર કરો. ગણેશ પૂજન કર્યા પછપૂજનનો આરંભ કરો. દૂધદહીંધીમધ અને ખાંડ (સાકર) વડે પંચામૃત તૈયાર કરો. લક્ષ્મીજીની મૂર્તિને એક થાળી કે પાત્રમાં રાખીને પંચામૃત તથા પાણી વડે સાફ કરો. કંકુ-હળદર તથા ચોખા અને લાલ ફૂલ મંત્રોચ્ચાર કરતાં-કરતાં લક્ષ્મીજીને અર્પણ કરો. સિવાય નાળિયેરફળ તથા મીઠાઇ પ્રસાદ રૂપે લક્ષ્મીજીને ધરાવો. ત્યારબાદ ચોપડાની પૂજા કરો. ચોપડાના પહેલા પાનાને ખોલીને તેના પર કંકુ વડે શુભ-લાભ લખો તથા સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. ત્યારબાદ સોના કે ચાંદીના સિક્કાને પાણી અને પંચામૃતથી સાફ કરો. ત્યારબાદ લક્ષ્મીજીની આરતી ઉતારો.
રૂ દિવસે અગિયારસના  દિવસથી નવા વર્ષને વધાવવાના પ્રતીકરૂપે સૌ પોતપોતાના ઘરના આંગણે જાતજાતની રંગોળી પૂરે છે અને તહેવારનો આનંદ માણે છે.

કાળીચૌદશ
ધનતેરસ બાદ કાળીચૌદશ આવે છે. પર્વ વિકારોરૂપી આસુરી તત્ત્વો પર વિજય મેળવવા તેમજ મનના ભૂતને અને શંકાની ડાકણને પોતાનામાંથી હાંકી કાઢવાનો સંદેશ આપે છે. દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. આથી તેને નરક ચતુર્દશી પણ કહે છે.
ચૌદશનો દિવસ પૂરો થતાં મુખ્ય પર્વ દિવાળી આવે છે. દિવસે દરેક ઘર-આંગણાને માટીનાં કોડિયાં (દીવા) માં  તેલ પૂરીને તથા મીણબત્તીઓ દ્વારા સજાવવામાં આવે છે. તેનકારણે આખું ઘર પ્રકાશિત થઇ જાય છે. તહેવારના દિવસે નવાં વસ્ત્રોદર્શનીય સ્થળોએ જઇને દેવી-દેવતાઓનાં દર્શન કરવામાં આવે છે તથા મિત્રો અને પરિવારજનો સાથે મળીને દિવાળીનાં અભિનંદન પાઠવવામાં આવે છે તથા વિવિધ મીઠાઇઓ ખાઇને મોં મીઠું કરવામાં આવે છે. દિવાળી પ્રકાશ પર્વ છે જેની ખુશી તથા આનંદોત્સવ દૈવી શક્તિઓ પર અસત્યનો સત્ય પર વિજયનું પ્રતીક છે. બાળકો માટે નવાં કપડાં પહેરવામીઠાઇ ખાવાનું અને ફટાકડા ફોડવાનું જ્યારે વેપારીઓ માટે પોતાના ધંધાના ચોપડા પૂજવાનું વિશેષ મહત્ત્વ છે.
દિવાળી સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ
એવું કહેવામાં આવે છે કે શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને દિવાળીના દિવસે અયોધ્યા પરત ફર્યા હતાં અને તેમના સ્વાગતમાં દીવાઓ દ્વારા આખી નગરીને પ્રકાશિત કરવામાં આવી હતી અને રીતે તેમનું અયોધ્યામાં સ્વાગત થયું હતું.
સ્કન્દ પુરાણ અનુસાર દેવી શક્તિએ ભગવાન િવનું અડધું શરીર પ્રાપ્ત કરવા માટે ૨૧ દિવસો સુધી વ્રત કર્યું હતું. જેની શરૂઆત કારતક સુદ આઠમે કરી હતી અને તેમને દિવાળીના દિવસે વ્રતનું ફળ મળ્યું હતું.
દિવાળીના દિવસે મહારાજ વિક્રમાદિત્યનું રાજતિલક કરવામાં આવ્યું હતું. વિક્રમ સંવતની સ્થાપના કરવામાં આવી હતી. ધર્મગણિત તથા જ્યોતિષના વિદ્વાનોને આમંત્રણ આપીને મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું.
લક્ષ્મી પૂજાના બીજા દિવસે ‘ગોવર્ધન પૂજા’ તરીકે મનાવવામાં આવે છેકારણ કે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રને પરાજિત કર્યા હતા.
દિવસે સમુદ્રમંથનના સમયે ક્ષીરસાગરમાંથી ચૌદ રત્નોની સાથે લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં અને ભગવાન વિષ્ણુનો પોતાના પતિ તરીકે સ્વીકાર કર્યો હતો.
દિવાળીને ‘લક્ષ્મી પૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે. લક્ષ્મીપૂજાના દિવસે ઘરના દ્વાર પર અને બધી દિશાઓમાં દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે. લક્ષ્મી પૂજાના આગળના દિવસને ‘નરક ચતુર્દશી’ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર પર વિજય પ્રાપ્ત કર્યો હતો. નરક ચતુર્દશીના દિવસે ઘરના દ્વાર પર તથા દક્ષિણ દિશા પર ચૌદ દીવા કરવામાં આવે છે.
નરક ચતુર્દશીના આગળના દિવસને ધનતેરસ કે ધન ક્ષયોદશી કહેવામાં આવે છે. સોનું-ચાંદી તથા વાસણ ખરીદવા માટે ધનતેરસને શુભ દિવસ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ઘરના દ્વાર તથા પૂર્વ દિશામાં તેર દીવા પ્રગટાવવામાં આવે છે.
સિખ સમુદાયના લોકો અનેક કારણસર દિવાળીનો તહેવાર ઊજવે ે. દિવસે તેમના છઠ્ઠા ગુરુ હરગોવિંદજીને ૫૨ હિંન્દુ રાજાઓની સાથે કારાવાસમાંથી મુક્તિ મળી હતી અને તેઓ અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવા ગયા હતા જ્યાં અનેક દીવાઓ પ્રકાશિત કરીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જૈન ધર્મ અનુસાર ભગવાન મહાવીરને દિવાળના દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું હતું.
આધુનિક સંદર્ભ
દિવાળી તૈયાર થયેલા પાકની લણણી કરવાનો તહેવાર પણ છે. ખેડૂત પોતાના પરિશ્રમના ફળ સ્વરૂપ તૈયાર થયેલો પાક મેળવીને આનંદ તથા ઉત્સાહમાં આવી જાય છે અને તહેવાર મનાવે છે. એક રીતે જોઇએ તો અન્ન (ધાન્ય) પણ લક્ષ્મી દેવીનું એક સ્વરૂપ છે. આથી દિવાળીના દિવસની રાત્રિએ લક્ષ્મી દેવીની પૂજા કરવામાં આવે છે.
વર્ષો પહેલાં વરસાદને કારણે આવાગમન (મુસાફરી) ખૂબ મુશ્કેલ બની જતી હતી. આથી વેપારી વર્ગ જ્યાં હોય ત્યાં રોકાઇ જતો હતોકારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલવાનું કાર્ય ખૂબ અઘરું હતું.
વર્ષાઋતુ પછી વેપારીઓને વહેપારમાં સુવિધા હોવાને કારણે નવેસરથી પોતાનો વેપાર શરૂ કરતા હતા. આથી વેપાર આરંભ કરવાનો સમય જાતે ઉત્સવનો સમય બની જતો હતો.
દિવાળીના દિવસે વહેપારીઓ પોતાના વહી ખાતાં બદલે છે તથા નફા-ખોટનું સરવૈયું પણ તૈયાર કરે છે. ત્યારબાદ ચોપડા પૂજન કરે છે.
દિવાળી પહેલાં ઘર-આંગણાની સાફ-સફાઇ કરવામાં આવતી હતી. દિવાળીની રાત્રિએ ઘરને દીવાઓ દ્વારા સજાવવામાં આવે છે. ઈશ્વરની સ્તુતિપ્રાર્થનાઉપાસના સહિત હવન યજ્ઞા કરવામાં આવે છે. ધન કમાવવા સાથે સંબંધિત વેદ મંત્રો દ્વારા આહુતિઓ આપવામાં આવે છે.

આજનો સમય અને દિવાળી
આજના મોંઘવારીના સમયમાં બધી રીતે પ્લાનિંગ કરવું પડે. વધુમાં વર્ષે આર્થિક મંદીએ ઘરનું બજેટ બગાડી નાખ્યું છે. શેરબજારમાં લાખો લોકો રોયા છે. છેલ્લા એકાદ વર્ષથી દીકરીઓ-વહુઓ પણ જલદી કમાઇ લેવાની હોડમાં આજે પોક મૂકી રહી છે. પણ દિવાળીમાં બધું કરવું તો પડે. કદાચ ઓછું કરો, કપડાં ઓછાં લો, ફટાકડા ફોડો- તો વાત કરી થોડું ઘણું કમાતા પરિવારની.    


પરંતુ, મોટે ભાગે લોકો નોકરિયાત હોય છે. ઓફિસના માણસો, ડ્રાઇવરો, પગાર માસકિ પહેલાં એડવાન્સ લે છે. દિવાળીનું બોનસ એક એમનો આધાર છે. ત્યારે બહાર મળતી વસ્તુઓ એટલી બધી મોંઘી હોય છે કે પોષાય નહીં, આવા કઠિન સમયમાં દિવાળીના નાસ્તા કે મીઠાઈ, શરબત ઘરે બનાવવા મહત્ત્વનું પગલું છે. ઘરમાં વહુઓ તથા છોકરીઓ એક વાત કરે છે : મમ્મી બધું તૈયાર મળે છે ત્યારે આવી મહેનત શું કામ કરવી? ત્યારે શાંતિથી લોકોને સમજાવો કે ત્રેવડથી રહેવું, કરકસર કરવી આજની બચત છે. ઘરે બનાવવાથી આપણા ટેસ્ટના નાસ્તા બને છે અને ઓછા ખર્ચે ઝાઝા નાસ્તા બને છે.     


પૂરી, વડા, સેવ, ચેવડો બહુ સામાન્ય નાસ્તા છે પણ દિવાળી વખતે મડિયા, સુંવાળી, ફરસી પૂરી, ઘૂઘરા વગેરે ઘરમાં બનાવો તો વહુઓ પણ સાથકરાવવા બેસશે અને છોકરીઓ શીખીને સાસરે જાય તો મહેણું ના સાંભળવું પડે. બહારના તેલ, ઘી કેવા ભેળસેળવાળા હોય. મીઠાઈનો માવો પણ કેવો હોય આપણે જાણતા નથી? સુંદર પેકિંગ જોઇને ડબલથી વધારે પૈસા ચૂકવવા પડે છે અને છેવટે ગળાનો દુ:ખાવો, શરદી, તાવ વગેરે આવે છે અને માંદા પડાય છે.    

ઘરમાં બનેલો નાસ્તો અને બધાએ સાથે મળીને બનાવેલો નાસ્તો, વહુ પણ કહી શકે કે મેં બનાવ્યો છે. છોકરીઓ પણ આનંદથી કામે લાગી જાય.  

બચતની બચત અને આવડતમાં વધારોપૈસાદાર લોકોના ઘરમાં સુકામેવા, આઇસક્રીમ, જાતજાતના શરબત હોય છે પરંતુ સાધારણ માણસોના ઘરમાં આવલા મહેમાનો માટે ઘરમાં બનાવેલો શુદ્ધ નાસ્તો મૂકો તો આવનાર વ્યકિત ચાખે, ખાય અને વખાણ કરે.


આવો, આવા સપરમા દિવસોમાં ઘરમાં વસ્તુઓ બનાવીએ, માંદગી દૂર રાખીએ અને પૈસા બચાવીએ. મહેનતનો આનંદ જુદો આનંદ છેહસતાં રમતાં દિવાળી ઊજવીએ. મંગળકારી ભાવનાઓને વિસ્તારી શુભેરછા દરેક વ્યકિતને ખૂબ સરસ નવું વર્ષ જાય તેવી શુભેરછા.

No comments:

Post a Comment