રૂપિયાનું છે રાજ અહીંયા રૂપિયાનું છે રાજ
રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ
રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ
રાજીપો કે નારાજીના મૂળમાં રૂપિયો છે
લિયા-દિયાનો ધરમ અહીંયાં રૂપિયો રુદિયો છે
રૂપિયા માટે કશુંય કરતાં ન કોઈને આવે લાજ…. રૂપિયાનું છે રાજ.

દરિયો ભરીને રૂપિયા જોઈએ: પહાડથી ઊંચા રૂપિયા
રૂપિયા મારી પ્રિયતમા ને રૂપિયા છે સાવરિયા
બધાં અહીં છે મૂંગામંતર: રૂપિયાનો રૂડો અવાજ…. રૂપિયાનું છે રાજ.

ખભા ઉપર રૂપિયો ઊગ્યો : પગની પાસે રૂપિયો
શાહમૃગના ઈંડા જેવો રૂપિયો બડો છે બળિયો
મંદિરમાં પણ રૂપિયાની છે આવતી કાલ અને આજ….રૂપિયાનું છે રાજ.

રૂપિયો શાણી સત્તા છે ને રૂપિયો એ જ મહત્તા
રૂપિયા વિના હડધૂત થાતા : ખાતાં બધાંય ખત્તા
ખુશામતિયાઓ ટોળે વળે : એ છે રૂપિયાનો અંદાજ….રૂપિયાનું છે રાજ.

ઊંઘવા માટે સ્લીપિંગ પિલ્સ ને વાતવાતમાં ટૅકસ
અહીં બધાને એક જ ઝંખના: ધનિકા સાથે સૅકસ
શેષનાગ પણ કરી શકે શું ? બધાં જ સમડી, બાજ…..રૂપિયાનું છે રાજ

No comments:
Post a Comment