Thursday, October 7, 2010

આવ્યા દિવડીયે ઝગમગતા ‘મા’ નાં નોરતા રે…

શાજિંદાઓ સાઝ તૈયાર કરવા લાગ્યા છે. ડેકોરેશનવાળા સિરીઝો અને લાઈટોને ચકાસવા લાગ્યા છે. ગાયકો ગળાને જરા ખંખેરી બાઝી ગયેલી ખરખરીને ખેરવી રહ્યાં છે. ગામની ગલીએ ગલીએ માંડવીઓ અને ચોક શણગારાઈ રહ્યાં છે.અને યુવાનીયા થનગની રહ્યાં છે.ત્યારેલો, આવીને ઊભી રહી નવરાત્રી !!


આજથી માતાજીના નવલા નોરતા શરુ થયા છે,
તેવી શુભ ઘડીએ મારા નિયમિત બ્લોગ વાંચતા મિત્રોને માં દુર્ગા, માં અમ્બે, માં જગદમ્બા, માં ભવાની, માં શીતલા, માં વૈષ્ણોં, માં ચંડી માતા રાની, માં ઉમિયા તથા તમામ પરિવારોની કુળદેવીમાં આપની બધી મનોકામનાઓ પૂરી કરે તેવી શુભેચ્છા.....

નવરાત્રી એટલે હિન્દુ ધર્મનો ધામધૂમ અને ઉલ્લાસપૂર્વક ઉજવાતો ભવ્ય ઉત્સવ! નવરાત્રી એટલે સ્ત્રીઓ, બાળકો,યુવાનો તથા આબાલવૃદ્ધ સૌનો માનીતો તહેવાર. નવરાત્રિ એટલે નવ-નવ રાતોના ઉજાગરા અમે આરાધના!!
કોણ કહે છે કે માતાજીમાં રહેલી શ્રદ્ધા ધીરે-ધીરે ઓછી થતી જાય છે?! શ્રદ્ધાને જોવી હોય તો જોવો વરસતા વરસાદમાં ને તપતા તડકામાં જય અંબેના નાદ સાથે જતાં પગપાળા યાત્રાળુઓને! શ્રદ્ધા દેખવિ હોય તો જોવો ગણેશ ચતુર્થીને! હિન્દુ ધર્મના તહેવારનું એટલું મહાત્મ્ય છે જેટલું પહેલાં હતું. પરંતુ દરેક બાબતમાં થયું છે, તેમ આમાં પણ સમયની સાથે-સાથે પરિવર્તન થતું રહ્યું છે.
પ્રાચીન પરંપરા મુજબ પહેલાં ચોક વચ્ચે ગરબોમૂકીને તેની ફરતે સ્ત્રીઓ ગરબે ઘૂમતી ગાતિ. ગરબોએટલે માટીના ઘડામાં કાણાં કે જાળી પાડીને અંદર ઘીનો દિવો મૂકીએ તે! પરંતુ હવે આવા ગરબા કયાંયે જોવા મળતાં નથિ સિવાય કે કોઈક ગામડાંમાં! આજે ગરબાનું સ્થાન શણગારાયેલી, ડેકોરેશન અને ઝળહળતી રોશનીઓથી સુશોભિત માંડવીઓએ લીધું છે.
આસો સુદ અજવાળી રાત રૂમઝુમ સરતી હોય, મીઠા મધુર લહેકાના કંઠે ગળાઈને આવતો સૂરીલો અવાજ રાતમાં ભળતો હોય, જાણે કે સૂનાં વનમાં ટહુકી કોયલ! અને તેમાં સોનામાં સુગંધ ભળેતેમ ઢોલનો તાલ ભળતો હોય, પછી પૂછવું શું?! છેક દૂર-દૂર સુધી પાછલી રાતના ગરબા ગવાતા સંભળાતા હોય ત્યારે લાગે કે ગામમાં નવરાત્રી ચાલે છે.
પરંતુ આજે આમાનું કયાંય તમને દેખાય છે?! ના. આજે તો શેરીએ-શેરીએ અને ગલીએ-ગલીએ મ્યુઝિકલ પાર્ટીઓ પહોંચી ગઈ છે. ઓરકેસ્ટ્રાવાળાઓને તો જાણે લહેર! લોકો મહિના અગાઉ બુકીંગ માટે પડાપડી કરે છે. પરંતુ પાર્ટીઓનું સંગીત એટલે ઘોંઘાટીયું અને કાન ફાડી નાંખે તેવું અને ગાયક ગાતો હોય તો લાગે કે પોપ સીંગર હશે!અને હા, છતાંય યુવાનીયા તો હરખપદુડૂ થઈને ફેરફુદરડી ફરશે-નાચશે અને કૂદશે.પરંતુ તેમને પણ આવું જોઈએ છે.(યુવા ને બીજું જોઈએ શું?!)કેમકે, પોતાની હિરોઈન નાચતી હોય પછી હિરો થવા માટે ડાન્સતો કરવો પડેને ?!( હિરો-હિરોઈન એટલે બોલિવુડ ના નહીં પણ આપણે ખુદ!) (-અને આપણાં હિરો કે હિરોઈન ને રાસડાં ખેલતાં ના આવડતું હોય એટલે હજારોની ફી ભરીને પણ શીખવા માટે કલાસીસ માં શીખવા અને પ્રેકટીશ કરવા જાય!)

-અને માટે મને પેલો મોહમ્મદ ઇકબાલનો શેર યાદ આવી જાય છે,
ઝમાને કે અંદાજ બદલ ગયે
નયા રાગ હૈ, સાઝ બદલ ગયે.
ખરેખર, ઇકબાલે ખરું કહ્યું છે. કયાંએ ભાતીગળ ભાત પાડતાં સુરીલાં ગરબા અને કયાં ફિલ્મોના તો પરથી બનાવી દિધેલ ગરબા’!(આમાં સૌથી વધુ કોપી રાઈટનો ભંગ સૂર સંગીતમાં અને રોક ગીતોમાં થાય) કયાં રે રાસ-ગરબાને દાંડીયા-રાસઅને કયાં ડાન્સ’! તમને નથી લાગતું કે આપણી ભારતીય સંસ્કૃતિ ધીરે-ધીરે લુપ્ત થતી જાય છે?!( જે સાચી ઓળખ છે તે ઢંકાતી જાય છે અને આપણે આપણાં મોજ-મજા માટે સમયે સમયે જે ને જે ફાવે તે ઉમેરતાં જઈએ છીએ!!..જો તમારે મોજ મજા અને વલ્ગર વેડાં કરવાં હોય તો તમારે ત્યાં ભાઈ પાર્ટીઓ દરરોજ રાખોને?!)

આજે નવરાત્રી આવતા વધુ જો કોઈ તો તે છે યુવાન યુવક-યુવતીઓ! કેમકે, પોતાની પ્રેમીકા કે પ્રેમીને મળવાનો અને સારા પાત્રનિ પસંદગી કરવા માટેનો એક માત્ર પ્રસંગ છે. અરે ભાઈ, મિલને કા ભી કુછ બહાના ચાહિએ!! નવરાત્રી રમવા કે જોવા જતાં ઘણાં યુવાનોને માતાજીમાં નહીં, પરંતુ ગરબે ઘૂમતી દેવીઓમાં શ્રદ્ધા છે!!(આવું કદાચ યુવતિઓમાં પણ ખરું! મતલબ જે ધાર્મિક ભાવના અને હેતુ થી જેની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી તે ગરવી ગુજરાત ના ગરબાતેમની સાચી ગરિમા અને ઓળખ લુપ્ત થતાં તેમની અસલી ઓળખ આવનાર નવી પેઢી અને વિદેશી ને નહીં મળે!..માટી ની કુલડીમાંથી બનાવેલ ગરબોકોણે કહેવાય તેનાથી આજે તો આપણે અજાણ્યા બની ગયાને?! અને ગરબોએટલે રોક અને ડી.જે સંગીત અને ડાન્સ-દાંડીયા તેની ઓળખ?!)
(ખેર, જો તમે યુવાન છોકરીના માતા પિતા હોવ તો આટલું દયાન રાખો..તેની સુરક્ષા તમારા હાથમાં છે.)
રેડ સિગન્લઃ (આજકાલ કારમાં બેસાડીને ચાલતા વાહન માં ઉપાડી જઈને યુવતીઓ સાથે રેપ કરવાના કિસ્સા ઘણા બને છે.)જયારે આજના યુગમાં આવી સ્થિતી હોય ત્યારે યુવાન યુવતીઓની સુરક્ષા કેટલી?!
-આનો એક ઉપાય કે દરેક મા-બાપે કે યુવતીના ભાઈએ-વડીલે યુવાન છોકરીની સાથે જવું જોઈએ. તેને એકલી કદાપિ ગરબેરમવા મોકલશો નહીં.
-’ડાન્સિંગ કલબકે કલાસીસ માં જયારે તમારી યુવાન દિકરી કે બહેન રાસ-ગરબા શીખવા જાય ત્યારે તે ડાન્સિંગ કલબના સંચાલક વિશે અગાઉથિ માહિતી મેળવી લો.
- ભાઈ-બહેન, સખી-સાહેલી વિગેરેના ગ્રૃપ સાથે રમવાનું રાખો. તેમનાથી અલગ ગ્રૃપમાં રમશો નહીં તેમજ તેમનાથી જુદાં પડશો નહીં.
- અજાણી વ્યકિત એકવાર તમારા સંપર્કમાં આવ્યા પછી વારંવાર તમારા નિકટ આવવા માંગતી હોય તો તેને ટાળો.
-તમારી ગમે તેટલી નિકટનો સંબંધી હોય, પાડોશી હોય કે સગાં-વહાલાં હોય, તો પણ તેમની સાથે તમારી યુવાન દિકરીને નવરાત્રી જોવા કે રમવા માટે મોકલતા સો વાર વિચાર કરજો.
- છોકરીએ પોતે પણ કોઈક જગ્યાએ નવરાત્રી જોવા કે રમવાજઈ હોય ત્યાં કોઈ સંબંધી જો મળી જાય તો તેની સાથે એકાંતમાં કે જયાં અજવાળું ઓછું હોય ત્યાં કે પછી ખૂણે-ખાંચરે ઊભા રહીને તેમની સાથે વાત કરવી જોઈએ નહીં.
-જો એવો નિકટનો સંબંધી બાજુની હોટલમાં કે રેસ્ટોરાંમાં પીણાં પીવા(કે ચા-કોફી પીવા) કે નાસ્તો કરવા માટે યુવતીને સાથે આવવા માટે જણાવે તો યુવતીએ જવું જોઈએ નહીં.
- નવરાત્રી જોઈને કે રમીને ઘરે પાછા ફરતી વખતે અજાણ્યા વાહનવાળા પાસે લિફટ લેશો નહીં.

આ લેખ આપનાર શ્રી પ્રવિણ શ્રીમાળી (Yuva rojgar) નો ખાસ આભાર

No comments:

Post a Comment