Friday, October 8, 2010

<< જાણો છો? પક્ષીઓ ગીત કેમ ગાય છે?

પક્ષીઓની ભાષા નથી હોતી છતાં યે તેમનો કલરવ આપણને તેમનો અવાજ મધુર, તાલબદ્ધ અને લયબદ્ધ લાગે છે. આમ તો પક્ષીઓ એકબીજાને પ્રેમનો કે ભયનો સંદેશો આપવા અવાજ કરે છે તો કેટલાક પક્ષીઓ ગુસ્સે કે ભયભીત થાય છે ત્યારે અવાજ કરે છે કે નર માદા એકબીજાને આકર્ષવા ગીત ગાય છે. જીવવિજ્ઞાન કાંઈ જુદુ કારણ બતાવે છે. પક્ષીઓની કંઠનળી અને શ્વાસનળી વચ્ચે પડદો હોતો નથી. તે દાણા ચણે છે ત્યારે ખોરાકના રજકણો શ્વાસનળીમાં જમા થાય છે. રજક્ણોનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને સાફ કરવી પડે છે. શ્વાસનળીમાંથી રજકણો દૂર કરવા માટે તે ફેફસાની હવા બહાર ધકેલે છે અને તેને કારણે અવાજ થાય છે. નિરીક્ષણ કરવામાં આવે તો ગીત ગાતાં પક્ષીઓની ચાંચમાંથી રજકણો ઉડીને બહાર ફેંકાતા જોશો. ક્રિયાથી તેમનું વધુ પડતું ચણત પણ રોકાઈ જાય છે.

No comments:

Post a Comment