Sunday, July 31, 2016

આજે માણસ તાગ કરે છે ;
ધર્મના નામે ચાગ કરે છે.

પ્રેમના અરણ્યને કાપી ;
ખોટા ફુલના બાગ કરે છે.

ધીમે ધીમે તણખો મૂકી ,
હસતાં હસતાં આગ કરે છે.

મુખમાં ઈશ્વર અલ્લાહ રાખી
વાતે વાતે ફાગ કરે છે .

ગઝલો ,કવિતાઓ વાંચીને;
પાછી આંખો રાગ કરે છે .


કવિ જલરૂપ
મોરબી

posted from Bloggeroid

No comments:

Post a Comment