એક માણસે કુતરાના કાનમાં કાંઈક કીધુ, કૂતરાએ આપઘાત કર્યો. જંગલમાં ખળભળાટ મચી ગયો!
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવ્યું કૂતરાને ગાળ દિધેલી.
સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું કે "તું માણસ જેવો છે"
એવી હીન કક્ષાની ગાળ દીધી હતી, જેથી કૂતરાને લાગી આવ્યું.
સિંહે સભા બોલાવી, કાગડાના આગેવાનોએ જણાવ્યું શ્રાધ્ધ ખાવાનો સામુહિક બહિષ્કાર કરી અને માણસના પિતૃ પદેથી પણ રાજીનામું આપવું.
ત્યાં વચ્ચે શિયાળ બોલી ઊઠયું કે અમે એક પણ વખત લુચ્ચાઈ કર્યાનો દાખલો નથી છતાં બિજા ધોરણથી 'લુચ્ચો શિયાળ' પાઠ ભણાવે છે, જે તાકીદે અભ્યાસક્રમમાથી દુર કરવો.
ત્યાં વાંદરાએ સોગંદનામું સિંહના હાથમાં ધરતાં જણાવ્યું કે અમો માણસના પૂર્વજો હોવાનો માણસોનો દાવો પાયા વિહોણો અને અમોને બદનામ કરવાનો કારસો છે તેની નોંધ લેવી.
બધા પ્રાણીઓનો કોલાહલ વધી ગયો. થોડી અવ્યવસ્થા સર્જાઈ, આ જોઈ સિંહ તાડૂક્યો,
"જો તમારે માણસવેડા કરવા હોઈ તો જવા દયો અંહીથી, મારે જંગલને શહેર નથી બનાવવું!!!!"

posted from Bloggeroid
No comments:
Post a Comment