Sunday, July 17, 2016

એલોવેરા

એલોવેરામાં એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક ગુણો રહેલાં છે. વાળની સંભાળ, ત્વચાનું સૌંદર્ય અને સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓમાં એલોવેરા એક્સીર ઈલાજ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

 

આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનો એસિડ માત્ર એલોવેરામાંથી મળી રહે છે. એલોવેરામાં ન્યૂટ્રિઅન્ટ્સ, મિનરલ્સ, 18 વિટામિન્સ હોય છે. એલોવેરાનું ડ્રિન્ક સૌથી હેલ્ધી ડ્રિન્ક માનવામાં આવે છે. રોજ માત્ર 1 નાનો ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી તમે વિચારી પણ નહીં શકો એટલા ફાયદાઓ મળે છે.

 

જાણો ઘરે કઈ રીતે બનાવવું એલોવેરા જ્યૂસ-

 

આજકાલ બજારમાં જુદાં-જુદાં ફ્લેવરવાળા એલોવેરા જ્યૂસ મળે છે. તેને પીવાથી ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. તેના કરતાં ઘરે જ બનાવીને પીવો. તેના માટે એલોવેરાના પાન વચ્ચેથી કાપીને તેની અંદરનું જેલ કાઢી લો. આ 1 ચમચી જેલને એક ગ્લાસ પાણીમાં નાખો, તેમાં થોડું મીઠું મિક્ષ કરો અને પીવો.

posted from Bloggeroid

No comments:

Post a Comment