Saturday, July 23, 2016

Motivational Story : આત્મ વિશ્વાસ

એકવાર અકબરે બિરબલને પૂછ્યું-બિરબલ, સંસારમાં સૌથી મોટું હથિયાર કયું છે. બિરબલે કહ્યું બાદશાહ સલામત. સંસારમાં સૌથી મોટું હથિયાર છે આત્મવિશ્વાસ. અકબરે બિરબલની આ વાતને સાંભળીને મગજમાં રાખી લીધી અને કોઈ સમયે તેની પરખ કરવાનો નિશ્ચય કર્યો. સંયોગથી એક દિવસે એક હાથી પાગલ થઈ ગયો. એવી વખતે હાથીને લોખંડની મજબૂત કડીઓથી જકડી રાખવામાં આવતો હતો. અકબરે બિરબલને આત્મવિશ્વાસની પરખ કરવા માટે  બિરબલને બોલાવ્યો અને બીજી તરફ મહાવતને હુકમ આપ્યો કે જેવો બિરબલ આવે કે, તરત જ હાથીની જંજીરો ખોલી દો.

 

બિરબલે આ વાતની જાણ ન હતી. જ્યારે તેઓ બાદશાહ અકબરને મળવા માટે દરબાર તરફ જઈ રહ્યા હતા તો પાલગ હાથીને છોડી મૂકવામાં આવ્યો હતો. બિરબલ પોતાની જ મસ્તીમાં ચાલ્યો આવી રહ્યો હતો. ત્યારે તેની નજર પાગ હાથી ઉપર પડી, જે ચિંધાડતો-ચિંધાડતો તેમની તરફ આવી રહ્યો હતો. બિરબલના હાજર જવાબ, ખૂબ જ બુદ્ધિમાન, ચતુર અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. તેઓ સમજી ગયા કે અકબરે આત્મવિશ્વાસ અને બુદ્ધિની પરીક્ષા માટે પાગલ હાથીને છોડાવ્યો છે. દોડતો દોડતો હાથી સૂંઢ ઊઠાવીને ઝડપથી બિરબલ તરફ આવી રહ્યો હતો. બિરબલ એવા સ્થાને ઊભો હતો કે તે આમ-તેમ ભાગીને બચી શકે તેમ ન હતો. એ જ સમયે બિરબલને એક કૂતરો દેખાયો. હાથી એકદમ નજીક આવી ગયો હતો. એટલો કે તે બિરબલને પોતાની સૂંઢમાં લપેટી લોતો.

 

એ જ વખતે બિરબલે ઝડપથી કૂતરાના પાછળન બે પગ પકડ્યા અને પૂરી તાકાતથી ઘુમાવીને હાથી ઉપર ફેંક્યો. કાંઈ-કાંઈ કરતું કૂતરું જ્યારે હાથીને જઈને ટકરાયું તો તેની ભયાનક અવાજથી હાથી પણ ઘબરાઈ ગયો અને પાછળની તરફ ભાગવા લાગ્યો. અકબરે બિરબલની આ વાતની ખબર મળી અને તેમને એ માનવું પડ્યું કે બિરબલે જે કઈ કહ્યું તે સત્ય છે. આત્મવિશ્વાસ જ સૌથી મોટું હથિયાર છે. 

 

શીખઃ-

 

1-આ કહાનીથી શીખ મળે છે કે માણસને દરેક સ્થિતિમાં ધૈર્યથી કામ લેવું જોઈએ.

2-ધૈર્ય અને આત્મવિશ્વાસ માટે કરવામાં આવેલ નિર્ણય જ કોઈપણ વ્યક્તિને સફળતાની ટોચ પર પહોંચાડી શકે છે.

posted from Bloggeroid

No comments:

Post a Comment