Wednesday, October 26, 2016

પંખી માળો ગૂંથે છે,
એ મૂરત નથી જોવડાવતાં,
કે નથી ગૃહશાંતિ કે ગ્રહશાંતિ કરાવતા.
એમના ઘર ભાંગતા નથી,
કારણ કે એ માળા ગૂંથે છે !

એમના છેડા છુટતા નથી, કારણકે એ છેડા બાંધતા જ નથી!
એમનામાં મુક્ત પસંદગી છે.
એમનામાં મુક્ત સ્વીકાર છે.
કોઈ કબૂતર ગૃહત્યાગ કરતું નથી.
કોઈ મરઘો મહાભિનિષ્ક્રમણ આદરતો નથી.
એ જ્યાં છે ત્યાં જ જીવનને આનંદે છે.
એ વિરોધ વગર જ વ્યસ્ત છે,
ને "સ્વ" માં મસ્ત છે.
હસ્તમેળાપ થાય ને હૃદય મેળાપ ન થાય
ત્યાં મકાન કદી ઘર નથી બનતાં !.

- તુષાર શુક્લ

No comments:

Post a Comment