Saturday, November 7, 2015

દિવાળી " સેલ"

આવો મેં દિવાળી " સેલ" રાખ્યો છે,
કરુણા સાથે સમજણ " ફ્રી" રાખ્યા છે.
શાંતિ અને આનંદ " ડિસ્કાઉન્ટ " પર મળશે,.
પુરુષાર્થ ની ખરીદી પર સફળતા મફત મળશે.
ભક્તિ મળશે સ્કિમ પર, પ્રાર્થના પેકેટ સાથે,
લેવાય એટલી લઇ લો, વહેંચવા છુટ્ટા હાથે 
દયા ,શાંતિ મળશે પઙતર ભાવે,
લઇ જાઓ ક્યારેક કોઇને કામ આવે 
કાઉન્ટર પર પહોંચી પુછજો, " કેટલા થયા?"
બોલીશ," મારા પ્રેમઅશ્રુ " જેટલા થયા...!
( સાભાર ...
કોઈક વિચારક...
લેખકની...
સૌજન્ય પ્રસાદી...)

posted from Bloggeroid

No comments:

Post a Comment