Wednesday, November 4, 2015

The Truth of Life

આછંદશ કાવ્ય

માણસને સંબોધન

જિંદગી એક મળે
તક એક મળે.
મળે રસ્તાઓ અનેક,
વ્હાલું વ્હાલું થવાનું
વ્હાલું વ્હાલું કેવાનું,
મજા મળે ના મળે તોયે
વ્હાલું વ્હાલું થઈને રેવાનું,
મંઝીલ માટે નઈ દોડવાનુ,
નેક રસ્તા પર ચાલવાનું
કાંટા, કાંકરાને પથ્થરોથી
જલરૂપ નહિ ગભરાવાનું.
જિંદગી એક મળે
તક એક મળે.
મળે રસ્તાઓ અનેક,

🐓🐓🐓🐓🐓

જન્મો જનમથી ,
ક્ષિતિજ ધારે .....
આતુરતા
રહે છે અંધકારને !
કે
ક્યારેક
હું
ભાસ્કરને મળું,
એક વાત કરું, મારા હૈયાની !
પણ દુઃખ એક વાતનું .....
જેવી સવારી આવશે ભાસ્કરની
કે
એજ ક્ષણે,
અંધકાર ને
ત્યાંથી
વિદાય લેવી પડે છે.....

કવિ જલરૂપ
મોરબી

posted from Bloggeroid

No comments:

Post a Comment