Thursday, November 19, 2015

The Truth of life

હોશીયાર માણસથી
ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ
હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

પરિસ્થિતિ આપણને
સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે
સાચવી લઈએ તે આપણી સમજણ..

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે ,
બાકી મારે તો શૂન્યથી પણ
ઓછા અંતરે આવવું છે. !!!

વિધાતા પણ
કંઇક એવી જ રમતો કરે છે
ક્યાંક અપેક્ષા જગાડે અને
તરત જ જે સજાવેલુ હોય
તે બદલી નાખે.

ગણો તો હું અસંખ્ય છું,
ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું,
પરખો તો નિર્ગુણ છું.!!

આખો સાગર નાનો લાગે
જ્યારે "મ" ને કાનો લાગે...

તું "ખૂદ" માં લખીજો
ફકત એક કાનો......
પછી તું ખરેખર
"ખુદા" થઇ જવાનો.....

ભલે ને અટપટા
સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો
તો જવાબ સહેલા છે....

નથી મળતો સમય
સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય
લોકો ઝગડો કરવા માટે...!!!

ખોટી અપેક્ષા માં જ
હારી જવાતુ હોય છે;
નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં
ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

એક પરબમાં ખારૂં પાણી,
આંખો એનું નામ....

રોજ પિરસતી કંઈક વ્યથાઓ,
દાતાઓ બેનામ....

માન્યુ કે
એટલી સરળ
આ વાત નથી,
પણ
અંત વગર નવી
શરૂઆત નથી.
બને એવું કે શબ્દોથી,
કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના
સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

આન્ગણે આવી
ચકલીએ પુછયુ
આ બારણુ પાછુ
ઝાડ ના થાય.....???

સુખ એટલે
નહીં ધારેલી ,
નહીં માગેલી
અને છતાં ...
ખૂ......બ ઝંખેલી
કોઈ કીમતી પળ...

ધર્મ એટલે શું ?
ધર્મ ની સૌથી
સરળ વ્યાખ્યા ..
કોઈ ના પણ
આત્માને તમારા
કારણે દુ:ખ ના
પહોચે એની
'તકેદારી'
એટલે ધર્મ...

સારું હ્દય અને સારો સ્વભાવ
બંને જરુરી છે.
સારા હદય થી
કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે
સંબંધો જીવનભર ટકે છે.

મજાક મસ્તી તો જીવનમાં
ઓક્સિજન નું કામ કરે છેે.
બાકી તો માણસ પળે પળ
ગુંગળાઇ ને જ મરે છે.

અભાવ માં રહેવાના
આપણા સ્વભાવને લીધે
જે મળ્યું છે એનું સુખ ટકતું નથી
ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

રોટલો કેમ રળવો
તે નહિ પણ દરેક
કોળિયાને મીઠો કેવી
રીતે બનાવવો
તેનું નામ કેળવણી...


SAABHAR..🙏🙏

posted from Bloggeroid

No comments:

Post a Comment