વ્યકિતગત સામી શુભકામના આપવી લગભગ બોરિંગ થઇ જાય એવી ગાંડીતૂર શુભેચ્છાની ત્સુનામીનો તોડ એટલે નવવરસની પૂર્વ સંધ્યાએ ફૂટેલાં વિચારોનો બોમ્બ પ્રેમવશ આપની અદાલતમાં પેશ-એ-ખિદમત છે : થોડો ત્રાસ થાય તો પણ વાંચવી પડે એવી હેપી ન્યુ ઇયરની વીશ આપવી છે કે...
આ નવા વરસમાં
તમારી લુચ્ચાઇમાં બાળસહજ માસૂમિયત વધે,
મતલબીપણામાં મંદીનો પલિતો ચંપાય,
ટૂંકી દ્રષ્ટિમાં જ્ઞાની લોકોના વિઝનના એકાદ શેરડાનો તેજલિસોટો ઝિલાય,
લાલચનો પાક ઉગે એ પહેલાં જ તેને દુકાળનો છપ્પનિયો સાપ ડંખી જાય,તમારી સમજણનો વ્યાપ આતંકવાદની જેમ ફેલાય અને તમારા જીવનમાં આવનારા તમામ વાહિયાત અને ટિપિકલ વ્યવહારુ (મતલબ કે તમને જયાંના ત્યાં જ રાખતાં)વિચારો પણ છોટા રાજનની જેમ શરણે આવીને પાંજરે પૂરાય એવી દુઆઓને કબુલ કરજો .
- નરેશ શાહ

posted from Bloggeroid
No comments:
Post a Comment