Friday, November 6, 2015

"હમણાં એક જગ્યા એ સરસ વાક્ય વાંચ્યું.

એકમુખી રુદ્રાક્ષ હજુ મળી જશે પણ એકમુખી માણસ મળવો અઘરો છે.."

"નીકળી ને પુષ્પ થી હવે અત્તર થવુ નથી !!
માણસ થવાય તોયે ઘણુ છે દોસ્ત,
ઈશ્વર થવુ નથી....!!!"

"હું વસ્તુ સૌથી મોંઘેરી ને જાજરમાન વહેંચું છું,
ઓલ્યા ઇમાન વેચે છે ને હું મુસ્કાન વહેંચું છું.”

"હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છુ.
વગર દામે લઈ જાઓ હુ વહાલ વહેચવા બેઠો છુ"

"ના રાજ જોઈએ,
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે, એવો મિજાજ જોઈએ...."

"દરિયો ભલે ને માને કે પાણી અપાર છે, 
એને ખબર નથી કે નદીનું ઉધાર છે"...

"રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી
રીતે બનાવવો તેનું નામ કેળવણી....."

posted from Bloggeroid

No comments:

Post a Comment