કોઈને જૂઓ અને
તમારી અંદર
રંગોલી પૂરાઈ જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે
સાવ સૂરસૂરિયા
જેવા અસ્તિત્વને
લઈને ફરતા હો અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ
અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે
વૃક્ષમાંથી લાકડું થઇને
બારણું બની ગયેલા
તમારા સમયને
કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી
વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ
sweet નું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ
ન કળી શકે એવા ગાઢ અંધારમાં
તમે બેઠા હો અને
તમારા સાવ અંદરના ઓરડે
આવીને કોઈ દીવડો જલાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !🌹🌹🌹
તમારી અંદર
રંગોલી પૂરાઈ જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે
સાવ સૂરસૂરિયા
જેવા અસ્તિત્વને
લઈને ફરતા હો અને
અચાનક કોઈનો ઉષ્ણ શ્વાસ
અડી જતામાં
તમે આખે આખા ફૂટી જાવ
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે
વૃક્ષમાંથી લાકડું થઇને
બારણું બની ગયેલા
તમારા સમયને
કોઈની નજરનું લીલું તોરણ બંધાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
સાવ કડવી વખ જેવી ઉદાસી
વાગોળતા વાગોળતા
તમે જૂના ડબ્બા ખોલતા હો
અને અચાનક કોઈની મીઠી યાદ
sweet નું સ્વરૂપ લઈને મળી આવે
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !
જમણો હાથ ડાબા હાથને પણ
ન કળી શકે એવા ગાઢ અંધારમાં
તમે બેઠા હો અને
તમારા સાવ અંદરના ઓરડે
આવીને કોઈ દીવડો જલાવી જાય
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !🌹🌹🌹
posted from Bloggeroid
No comments:
Post a Comment