Friday, January 21, 2011

માતૃભાષા ગૌરવયાત્રા :: મોરબી મુકામે


રાષ્ટ્ર નિર્માણનો આધાર 
"સ્વભાષા , સ્વભૂષા અને સ્વદેશીનું સત્વ" જ બની શકે, 
આજકાલ માતૃભાષા અને અંગ્રેજીભાષા - એ બેમાં 
અંગ્રેજીનું પલ્લું નામી જાય છે, 
એ પલ્લામાં માત્રને માત્ર લોકો ની ભ્રામક માન્યતાઓનો ઢગલો છે.  
એ ભ્રમોનું નિવારણ થાય તો ઉજ્જવળ ભાવિનો પથ દેખાય.

માતૃભાષા સંબંધી સત્ય પ્રકાશમાં આવે, એના પ્રત્યે પ્રેમ વધે, 
એ શુદ્ધ બોલવા, લખવા , વાંચવા, સમજવાનો આગ્રહ શરુ થાય 
એ જ આ યાત્રાનો મુખ્ય આશય છે.
 
જગતભરના શિક્ષણ ચિંતકો અને મનોવૈજ્ઞાનિક દૃઢપણે કહે છે કે 
બાળકનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થવું જોઈએ. 
તો આવો આઝાદીના ૬૩ વર્ષ પછી પશ્ચિમના પ્રભાવમાંથી 
મુક્ત થઈને સાચી દિશામાં વિચારીએ..


આવો માતૃભાષાનું ગૌરવ વધારી 





સંસ્કૃતિના પૂજક બનીને રાષ્ટ્રહિતમાં જોડાઈએ.....

No comments:

Post a Comment