મકરસંક્રાતિ- ઉત્તરાયણ પર્વના દિવસે દાન કરી પૂણ્ય કરવાના ભાગરૃપે સમગ્ર હિન્દુઓ માતા સમાન ગાયને ઘુઘરીને લીલો ઘાસચારો ખવડાવવામાં આજે વહેલી સવારથી જ વ્યસ્ત બનશે ત્યારે પૂણ્યનો લહાવો પ્રાપ્ત કરવામાં કયારેક ઘાસ કે ઘુઘરીની એક જ દિવસમાં ખોરાકમાં ગૌમાતા ને આફરો સર્જવાની સાથે અકાળે મોતને ભેટવાના બનાવો પણ બનતા હોય છે. જેથી જાહેર જનતાને સપ્રમાણમાં ગૌ માતાને ઘુઘરી કે ઘાસચારો પીરસવા અપીલ કરી છે
ર્ધાિમક અને યુવાવર્ગ, બાળકો અને વૃધ્ધા વર્ગના સૌનો મનગમતો તહેવાર ઉજવણીના ઉબંરે આવી પહોંચતા આજે આકાશી યુધ્ધ ખેલવા સજજ બની જશે. વહેલી સવારથી ધાબાઓ પર સાઉન્ડ સિસ્ટમોના ખડકલા થઈ જશે. ઉંધીયુ, જલેબી અને તલસાંકળીની ધાબાઓ પર જ જયાફત માણવા પરિવારજનોના ખડકલા ધાબાઓ પર જોવા મળશે ‘કાપયો છે, લપેટ... લપેટ...’ના ગગનભેદી સંગીતના સથવારાની ગુંજોથી આકાશ રંગીન બની જશે. વિવિધ પૌરાણિક ગાથાઓ સાથે ર્ધાિમક મહાત્મય ધરાવતા ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે પૂણ્યનો લહાવો કમાવવા સમગ્ર હિન્દુઓ વ્યસ્ત બની જશે. પર્વને અનુલક્ષી ચાલુ વર્ષે જાણે લીલા ઘાસચારાના વહેપારીઓ પણ મોંઘવારીનો ફાયદો ઉઠાવવાના સંકલ્પ સાથે નાણા કમાય લેવા ભાવ બમણો કરી દધો છે અવનવા પોશાકો,ચશ્મા અને ટોપી સાથે શહેરીજનો ધાબાઓ પર જોવા મળતા જાણે એક અલૌકિક શહેરનું નિર્માણ રંગબેરંગી પતંગોના આકાશ વચ્ચે સર્જાશે ઉત્તરાયણની ઉજવણી ટાણે આજે પતંગ લૂંટનારાઓ પણ અગાઉથી સાધન સજજ બન્યા છે. તેઓ પણ પોતાના મનની મુરાદો પુરી કરી લેશે.
આજે અને ગઇકાલે પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હોટલોમાં ચટાકેદાર ઉંધીયું સહિતની વાનગીઓ પીરસવા તૈયારીઓ થઈ ચુકી છે પતંગોત્સવને યાદગાર બનાવવા પતંગ રસિયાઓ તૈયારીમાં લાગી ગયા છે. ઠેર ઠેર પતંગ દોરાની મંડાયેલી દુકાનોમાં બે દિવસથી ધૂમ ખરીદી નીકળતા વેપારીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રંગબેરંગી પતંગોથી ઉભરાયેલા બજારમાં ભીડ ઉમટતા મનપસંદ પતંગો ચપોચપ ઉપડી રહી છે.
સાથે સાથે દોરો સુતાવવા માટે પણ લાઈનો પડી રહી છે. સામેવાળાનો પતંગ કપાય તેવો દોરો સાથે ઉત્સવને મનાવવા ગૃહિણીઓ તલ, સાંકળી, ચીક્કી વગેરે આઈટમો અને વાનગીઓ બનાવવામાં વ્યસ્ત બની છે. સાથે સાથે બ્રાહ્મણોને દાન માટેની વ્યવસ્થા અને વહેલી સવારે ગાયને ઘુઘરી, ખવરાવવા માટેની વ્યવસ્થા થઈ રહી છે. ઉત્તરાયણને દિવસે સૂર્ય મકરસક્રાંતિ તરીકે પણ ઓળખતા પર્વમાં ધાબા ઉપર સ્ટીરીયો સીસ્ટમ પણ ગોઠવાઈ રહ્યા છે. બાળકો અને યુવાનો પર્વને લઈને વિશેષ થનગનાટ કરી રહ્યા છે. જો કે આનંદના અતિરેકમાં બાળકો છત,ધાબા અને પતરા પર દોડાદોડી કે પતંગ લૂંટવાની લ્હાયમાં પડે નહીં. માર્ગો પર પતંગ લૂંટનારાઓ વાહન સાથે અથડાય નહીં અને માર્ગો પર પડેલા દોરાઓથી વાહન ચાલકોને ગળાના ભાગે વાગે નહીં તેનું વિશેષ ધ્યાન રાખે તે જરૃરી છે.
ઉત્તરાયણ પર્વ નિમિત્તે હોટલોમાં ખાસ ઉંધીયું જલેબી બનાવી ગ્રાહકોને ચટાકો કરવાની તક પુરી પાડશે. મોંઘવારીની માઠી અસરો પતંગ બજાર જોરી ઉપર પડે છે. પરંતુ યુવાનો પરંપરાગત પર્વની ઉજવણી માણવાનું ચુકતા નથી. પતંગ પર્વ એક દિવસીય વન- મે મેચની માફક જ જાહેર આકાશના સ્ટેડીયમ ઉપર ખુલ્લા મને ઉજવણી કરવામાં યુવાન વર્ગ ભારે તૈયારીઓ કરી લીધી છે. બીજી તરફ સૂર્યનુ મકર રાશીમાં પ્રવેશના પ્રારંભે ગૃહીણીઓ ગૌ પૂજા તેમજ બાજરીની ઘુઘરી, ગોળ ખાસ ખવડાવે છે. ગાયનો ઉછેર કરતો વર્ગ અહીં ઉત્તરાયણ નિમિત્તે ગાયોને ખાસ ઝૂંડમાં લઈ નીકળે છે.
છેલ્લા બે દિવસથી માત્ર પતંગ દોરા જ નહીં પરંતુ ઉત્તરાયણના દિવસે ખુલ્લા વાતાવરણમાં મીજબાની માણવા માટે શેરડી બોર જેવી ખાણી પીણીની ખરીદી પણ મોટા પ્રમાણમાં થઈ હતી.
ઉત્તરાયણ પર્વ આવતા શેરડી અને બોર વેચનારાઓ એકાએક આવી પડે છે. નવી શેરડી તૈયાર થાય એટલે એ ભગવાનને સૌ ચઢાવે છે. એજ રીતે બોર તલ પણ ચઢાવવામાં આવે છે. આ દિવસે તલ વસ્ત્ર અને ધાન્ય ધાનનો ભારે એક મહીમા છે. એનું અનુસરૃપ થઈ બધા મહાદેવજીના મંદિરે જઈ ધાન્ય ફળનું દાન કરતા હોય છે.
જેઓ ખેતરમાં શેરડી પકવતા હોય તેઓ ઉત્તરાયણ પર્વના દિવસે પોતાનો માલ બજારમાં વેચવા અર્થે મુકતા હોય છે પરંતુ જેઓ ધર્મપ્રિય વ્યકિતઓ છે. તેઓ ગમે ત્યાંથી શેરડી બોર શોધી લાવીને ભગવાનને ચઢાવતા હોય છે.
ખરૃ મહત્વ તો આ પર્વના દિવસે ગાયને ઘાસ અને ઘુઘરી ખવડાવીને મહીલાઓ પૂજા કરે છે. ઉત્તરાયણ પર્વ પહેલા સારા કામો થતાં નથી પરંતુ એ પર્વ પુરો થતાં સૌ દરેક કામ કોઈ પણ જાતની શંકા વગર પ્રારંભ કરી દે છે.
No comments:
Post a Comment