Friday, January 14, 2011

Maths of Life : જીવનનું ગણિત થોડું મેળવી લઈએ

પગથીયું ચઢ્યા પહેલું જીવનનું ત્યારે,
લક્ષ્ય હતું કૈક મેળવવાનું ,
કરવાનું હતું શું અને કર્યું શું ,
....
આજે એનું ગણિત થોડું મેળવી લઈએ
રીતો હતી સરળ જ જીવવાની 
તેમાં ગુચવણ ઉભી કરી આપણે જ
હવે તે ગુચવણ ઉકેલવામાં 
....
થોડોક સમય ફાળવી લઈએ
છોડી નહિ એક પણ તક,
બીજાને નીચા જોવડાવાની
સામે ખુદ કેટલા પાણીમાં છીએ 
....
એનું માપ... એકવાર જ બસ કાઢી લઈએ
તોડી અને તોડવી ઘણી,
બંધાયેલી હતી જે પ્રેમ ની ગાંઠો 
આ.. લો, એ તૂટેલા તાંતણાંઓ,
....
ફરી પાછા સીવી લઈએ
તડકો અને છાયો ,ખુશી ને ગમ,
ક્રમ છે આ તો જગત નો
તો સુખ હોય કે દુખ હમેશા,
....
હસવાની તાલીમ કેળવી લઈએ
હું જ સાચો, હું જ બરાબર,
એવી ઘણી માન્યતાઓ આપણી,
તોડીને તે સૌ આપણી જાતને 
...
બીજા સાથે ભેળવી લઈએ
માણસને વિસરીને આપણે,
રહ્યા સ્વાર્થમાં જ જીવનભર,
સ્વાર્થ ભૂલી એકવાર હવે,
....
જરા ઇન્સાન બનીને જીવી લઈએ ..............

No comments:

Post a Comment