આજે અનેક યુવાનોના આદર્શ વિવેકાનંદના બાળપણનો આદર્શ કોણ હતો તમે જાણો છો? ત્રણ-ચાર વર્ષના બાળ નરેન્દ્રનો આદર્શ હતો, તેમના ઘરની ઘોડાગાડી ચલાવતો ગાડીવાન! ઘોડાગાડીમાં સૌથી આગળ થોડા ઊંચા આસને બેસતો અને ઘોડાઓને કાબૂમાં રાખીને સડસડાટ ગાડી ચલાવતો સારથિ તેમનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હતો. બાળ નરેન્દ્રને રામ-સીતાની કથા સાંભળીને તેમના પ્રત્યે ભાવ જાગ્યો હતો અને તે રામ-સીતાની માટીની ર્મૂિત લાવીને પૂજા કરવા લાગ્યો હતો.
એ ગાળામાં પેલા ગાડીવાનને કદાચ ઘરમાં કોઈ ઝઘડો થયો હશે, તેણે લગ્નસંસ્થા વિરુદ્ધ નરેન્દ્રને કંઈક આડુંઅવળું કહ્યું. નરેન્દ્રના ભોળા મને તો તે સ્વીકારી લીધું,એટલું જ નહીં પણ રામે સીતા સાથે લગ્ન કર્યાં હોવાથી તેણે તેમની પૂજા કરવાનું બંધ કરી દીધું હતું અને શિવને આરાધ્ય દેવ ગણવા લાગ્યો હતો. જોકે ત્યારે એ બાળબુદ્ધિને ક્યાં ખબર હતી કે શિવ પણ પાર્વતીને પરણ્યા હતા!
No comments:
Post a Comment