સ્વામી વિવેકાનંદના જીવનનો બીજો એક પ્રસંગ પણ જોરદાર છે. તેઓ આગ્રાથી વૃંદાવન પગપાળા જઈ રહ્યા હતા. ચાલતાં ચાલતાં શરીરને થાક વર્તાતો હતો. એવામાં તેમણે એક માણસને વૃક્ષ નીચે ચલમ ફૂંકતો જોયો. તેમને ચલમમાં બે-ચાર ફૂંક મારીને થાક ઉતારવાની ઇચ્છા થઈ. તેમણે પેલા માણસ પાસે ચલમની માગણી કરી ત્યારે તેણે કહ્યું કે હું તો દલિત છું. નાતજાતના પૂર્વસંસ્કારને કારણે તેમણે પહેલાં તો ચાલવા માંડયું, પણ ચાર-પાંચ ડગ માંડતા તેમનું અદ્વૈતનું જ્ઞાન જાગ્યું. તે તરત પાછા ફર્યા અને દલિતે પીધેલી ચલમમાંથી ખુશી ખુશી બે-ચાર દમ ખેંચ્યા. વિવેકાનંદ માણસ માણસ વચ્ચેનો ભેદભાવ સ્વીકારતા નહીં.
No comments:
Post a Comment