સ્વામી વિવેકાનંદે અગિયારસને દિવસે ઉપવાસ કર્યો હતો, પરંતુ તેમણે ભગિની નિવેદિતાને ફરાળી વાનગી પીરસીને દરેક વાનગીની મીઠી-મધુરી વાત કરીને પ્રેમથી ખવડાવી. નિવેદિતાનું ભોજન પૂરું થતાં તેમણે જાતે જ હાથ ધોવડાવ્યા અને પછી લૂછી આપ્યા. અત્યંત સંકોચ પામતાં નિવેદિતા બોલી ઊઠયાં કે ‘‘સ્વામીજી, અમારે તમારી સેવા કરવાની હોય, તમારે અમારી નહીં.’’ ત્યારે સ્વામીજીએ ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો હતો કે ‘‘ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા ને!’’
નિવેદિતા આ જવાબ સાંભળીને ચમકી ઊઠયાં પણ બોલી શક્યાં નહીં કે ‘‘પણ એ તો લાસ્ટ સપરની વાત છે.’’ એ ઘટનાના બે દિવસ પછી ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામી વિવેકાનંદ મહાસમાધિમાં લીન થઈ ગયેલા
No comments:
Post a Comment