Saturday, April 9, 2016

અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે પહેલા..શરદી થાય તો સૂંઠ,હળદર, અજમા,તુલસી ખાતા હવે.... એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ.

અમે પહેલા..મચ્છરો થી બચવા મચ્છરદાની માં સૂતા...હવે જાત જાત ના કેમિકલ્સ ને શ્વાસ માં ભરીએ છીએ.

અમે પહેલા...ઉનાળા ની રાતે અગાશી માં સૂતા...હવે એ.સી. રૂમ મા પૂરાઇ ને રહીએ છીએ.

અમે પહેલા...રાત પડે ને વાળુ પતે એટલે પરિવાર નાં બધા સભ્યો સાથે બેસી સુખ દુખ ની વાતો કરતા...હવે અમે ફટાફટ ડીનર પતાવી ટી.વી. સામે ખોડાઇ જાઇએ છીએ.

અમે પહેલા..મિત્રો ને દિલ ની વાતો કરી ને હળવા થતા....હવે ફેસબૂક પર 'મૂડ નથી ' નું સ્ટેટસ મુકીએ છીએ.

અમે પહેલા...સગા-સંબંધીઓ બેસવા આવે તો રાજી રાજી થાતા....હવે આ ક્યા થી આવ્યા કહી ને નકલી હાસ્ય ફરકાવીએ છીએ.

અમે પહેલા લાગણી ના માણસ હતા..હવે મોબાઇલ નાં , ઇન્ટરનેટ નાં, ટીવી નાં માણસ છીએ.

સાચ્ચે જ...અમે સુધરી ગયા છીએ...હેં ને??

posted from Bloggeroid

No comments:

Post a Comment