Saturday, April 9, 2016

"મહાભારતના એક પ્રસંગનું કોઈએ અદ્ભુત દર્શન કરાવ્યું છે એની વાત કરું.

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

કૃષ્ણ અર્જુનને પાથીએ પાથીએ તેલ નાખતા હોય એમ સમજાવે છે - ત્રાજવા પર પગ બરાબર સંભાળજે, ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે વગેરે વગેરે.

અર્જુન પૂછે છે - બધું મારે જ કરવાનું? તો તમે શું કરશો?

જવાબ મળે છે - જે તારાથી ન થાય એ હું કરીશ.

એમ? એવું શું છે જે મારાથી નહીં થાય? એવું તો શું કરશો?

હું પાણીને સ્થિર રાખીશ.



- શ્રી ભીખુદાનભાઈ ગઢવી

posted from Bloggeroid

No comments:

Post a Comment