Saturday, April 2, 2016

પ્લીજ એક વાર જરુર વાચજો.
આપણને ઓછું મળ્યું છે
એ આપણું દુ:ખ નથી,
પણ જે મળ્યું
એ આપણને ઓછું
લાગી રહ્યું છે
એ આપણું દુ:ખ છે.


મંગળમાં જીવન છે કે નહીં,
એની ચિંતા પછી કરજો.
પહેલા જીવનમાં
મંગળ છે કે નહીં,
એ તો તપાસી લો !
-

રામ-રાવણ, બંને તુલા રાશિના છતાં ગમે તો રામ જ ને?

પૈસા-પરમાત્મા, બંને કન્યા રાશિના,

પરમાત્મા જ ગમે એ નક્કી ખરું ?

-આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

ક્ષમા, ભૂતકાળને ભલે બદલતી નથી પણ
ભવિષ્યને ઉજ્જવળ તો
બનાવી જ દે છે.



રોજ એકાદ નવો મિત્ર બનાવતા જવું અને એકાદ જૂના દુશ્મનને ઓછા કરતા જવું એ તો આલોક - પરલોક બંને માટે લાભદાયક પણ છે અને ફાયદાકારક પણ છે...

જ્યાંરે દિવાલો માં તિરાડો પડે છે.
ત્યાંરે દિવાલો પડી જાય છે.
અને
જ્યાંરે સંબધો માં તિરાડો પડે છે.
ત્યાંરે દિવાલો બની જાય છે.

બધા દિવસો 'સારા' નહી મળે
પણ
દરેક દિવસમાં 'સારું' કંઇક
તો મળશે જ...

-

મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ
દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો
સતત આગ્રહ રહે જ છે......
જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો,
સંપતિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ,
દુરુપયોગ કરી રહ્યો છું પણ એ વાત અહી યાદ
રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું.......

પ્રભુને આપણે સંભળાવ્યું તો ઘણું.
પ્રભુનુ સાંભળ્યું કેટલું ?

-

આપણને મળી રહેલ
પ્રકાશ આડે આપણે
ખુદ ઊભા રહી જઇએ
તો આપણને આપણા
પડછાયા સિવાય
બીજું શુ દેખાય ?



આપધાતમાં માણસ મરી જાય છે પણ ગર્ભપાતમાં તો માણસાઇ જ મરી જાય છે.



જીવનમાં
કડક રહેવાની નહીં,
તકલીફોમાં
અડગ રહેવાની
જરુર છે.


રાત્રિનો અંધકાર તો પ્રકાશ તરફ જ ચાલતો હોય છે; પરંતુ અહંકારનો અંધકાર તો વિનાશ તરફ જ ચાલતો હોય છે.

-આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

posted from Bloggeroid

No comments:

Post a Comment